આમોદ: જીવલેણ ઢાઢર બ્રિજ પર મોતના મુખમાં મુસાફરી, તંત્રનો આદેશ માત્ર કાગળ પર?, પ્રજામાં રોષ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસર અને આમોદને જોડતો ઢાઢર બ્રિજ માત્ર જર્જરિત જ નથી. પરંતુ આ બ્રિજ અત્યંત ભયજનક બની ગયો છે. બ્રિજની હાલત એટલી ખરાબ છે કે મોટા ખાડાઓ પડી ગયા છે. અને વચ્ચેથી તો જાણે તેના બે ભાગ થઈ ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આ ભયાનક સ્થિતિ છતાં તંત્રના જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે, અને તંત્રની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. બ્રિજ પર પડેલા મોટા ખાડાઓ અને વચ્ચેથી ફાટી ગયેલી સપાટી સ્પષ્ટપણે દર્શાવે છે કે આ બ્રિજ કોઈ પણ ક્ષણે તૂટી શકે છે. આટલી ભયાનક સ્થિતિ હોવા છતાં, ભારે વાહનો બેરોકટોક આ જીવલેણ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. તંત્રએ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે લગાવેલા લોખંડના એંગલ પણ રાત્રિના અંધારામાં તોડી પાડવામાં આવ્યા છે, જે કાયદાનો ભંગ કરનારા તત્વોની બેફામતા દર્શાવે છે.

સ્થાનિક લોકો અને વાહનચાલકોની વારંવારની રજૂઆતો છતાં પોલીસ અને વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ ચેકપોસ્ટ પરથી ભારે વાહનો સરળતાથી પસાર થઈ રહ્યા છે. જેના કારણે એવી શંકા સેવાઈ રહી છે કે આ મામલે કોઈ સેટિંગ ચાલી રહ્યું છે. પ્રજાના જીવને જોખમમાં મૂકીને ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર તાત્કાલિક પૂર્ણવિરામ મુકાવવો જોઈએ. જો આ બ્રિજ તૂટી પડે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? શું પ્રશાસન કોઈ ભયાનક ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ઢાઢર બ્રિજ પરથી દરરોજ અનેક વિદ્યાર્થીઓ, શ્રમિકો અને અન્ય લોકો પસાર થાય છે.

અને તેમનો જીવ સતત જોખમમાં છે. આ ગંભીર બેદરકારી પર તાત્કાલિક અને કડક પગલાં ભરવા અનિવાર્ય છે, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય.

ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!