પોલીસે ૨૬૦૦૦/- ₹ વધુ નો મુદ્દામાલ કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથધરી
વાગરા ના વિલાયત સ્થિત સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરનાર ત્રણ આરોપી ને LCB એ ૨૬૦૦૦/- ₹ થી વધુ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.વાગરા તાલુકમાં અનેક વિધ કંપનીઓ આવેલી છે.એમાંય હવે સોલાર કંપનીઓએ પણ ઝુકાવ્યુ છે.ત્યારે કેટલીયે કંપનીઓમાંથી લાખો રૂપિયા ના કેબલ ચોરી,સોલાર પ્લેટો ની ચોરી સહિત ના અનેક બનાવો અગાઉ બનવા પામ્યા હતા. કેબલ ચોરી ના ગુનાઓને ઝડપી પાડવા ભરૂચ એલસીબી એ અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી.જે પૈકી પી.સબ ઇન્સ્પેકટર ડી.એ તુવર ની ટીમ ગતરોજ વાગરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન બાતમી મળેલ કે હનુમાન ચોકડી ઉપર કોપરના બળેલા વાયરો પ્લાસ્ટિક ની થેલીમાં લઈ ને આંટા ફેરા મારે છે.જે અનુસંધાને પોલીસે વોચ ગોઠવી ત્રણેવ શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા હતા.અને તેમની પાસે મળી આવેલ બળેલા કોપર વાયર ના બિલ કે પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા.આ અંગે વધુ તપાસ કરતા આરોપીઓ ભાંગી પડ્યા હતા.

અને જણાવ્યુ હતુ કે એક મહિના અગાઉ વિલાયત સ્થિત સોલાર પ્લાન્ટમાંથી નીકુલ જીતુ રાઠોડ અને અજય અશોક રાઠોડ બન્નેવ રહે નવી નગરી,ભેરસમ,તા.વાગરા નાઓએ કોપર કેબલ ની ચોરી કરી હતી.અને કોપર કેબલ ને બાળી ને ભંગાર નો ધંધો કરતા આછોદ ગામના આતીફ સેક્રેટરીને વેચતા હતા.પોલીસે ૨૮ કિલો ગ્રામ કોપર કેબલ જેની કિંમત ₹ ૧૬,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.વાગરા પોલીસ મથકે આગાઉ નોંધાયેલ ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી.ભરૂચ એલ.સી.બી એ ત્રણેવ આરોપીઓને વાગરા પોલીસ ને સોંપ્યા હતા.ઉલ્લેખનીય છે કે લાખો રૂપિયાના કેબલ ચોરી ના ગુનાઓ ઉકેલવા સાથે વધુ આરોપીઓ ઝડપાવવાની સંભાવના રહેલી છે.હાલ તો વાગરા પોલીસે આ અંગે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.જો પોલીસ આજ રીતે કામ કરશે તો વાગરા તાલુકા ના ઉદ્યોગ નગરીમાં ચોરી કરનાર તત્વો માં રીતસરનો ખોફ પેદા થશે.અને કંપની સંચાલકો પોતાના માલની સુરક્ષા અંગેની અનુભુતી કરશે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









