ભરૂચ શહેરના ઘરફોડ ચોરીના ગુનામાં ૧૧ વર્ષથી ફરાર આરોપીપેરોલ ફર્લો સ્ક્વોડ ના હાથે ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ શહેરમાં ૧૧ વર્ષ અગાઉ થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ ના હાથે ઝડપાઇ જવા પામ્યો છે.બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી ને ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો હતો.ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના જવાનો જિલ્લામા બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ ને પકડવા માટે અમદાવાદ ના ઘાટલોડીયાખાતે તપાસમાં હતા.દરમ્યાન પોલીસ ને મળેલ બાતમી ને આધારે ભરૂચ શહેર ના સી ડીવીઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપી બાલુ મગનભાઈ માવી હાલ રહે, ધુમા,વિધાસાગર સ્કુલની અંદર, લેબર કોલોનીમાં, તા.ઘાટલોડીયા જી.અમદાવાદ મુળ રહે. ચીલાકોટા તા.લીમખેડા જી.દાહોદ ને ધુમા,વિધાસાગર સ્કુલની અંદર લેબર કોલોનીમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ ને સોંપવામાં આવ્યો હતો.નોંધપાત્ર છે કે આરોપી છેલ્લા ૧૧ વર્ષથી વોન્ટેડ હતો જેને ઝડપી પાડવામાં ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડને સફળતા સાંપડી હતી.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!