જંબુસર તાલુકાના નોંધાણા ગામે વિચરતી-વિમુક્ત જાતિના મુક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે “સમાજ શિક્ષણ શિબિર”નું આયોજન કરવામ આવ્યું હતું.

ભરૂચ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની કચેરી-ભરૂચ દ્વારા જંબુસર તાલુકાના નોંધાણા ગામે બી.બી.પટેલ હાઈસ્કૂલ ખાતે વિચરતી-વિમુક્ત જાતિના મુક્તિ દિવસની ઉજવણીના ભાગ રૂપે “સમાજ શિક્ષણ શિબિર” યોજી હતી.સરકારની વિચરતી-વિમુક્ત જાતિના લોકો માટે બાલ વાટીકાથી પ્રી-મેટ્રીક,પોષ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિથી વિદેશ અભ્યાસ લોન, કુંવરબાઈનું મામેરૂ, જાતિ પ્રમાણપત્રો, આવાસ સહિતની યોજનાઓની માહિતી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જે.આર.વસાવા તથા મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વનરાજસિંહ તડવીએ ઉપસ્થિત સર્વેને આપી હતી.

તેમજ વિચરતી વિમુક્ત જાતિ વિકાસ નિગમની સ્વરોજગાર લક્ષી લોન તેમજ શૈક્ષણિક અભ્યાસ લોન અંગેની પણ માહિતી આપવામાં આવી હતી. સાથે જ સરકારના ડીજીટલ ઈન્ ઇન્ડિયાના ભાગ રૂપે QR Codeનો ઉપયોગ કરી સમગ્ર યોજનાકીય સંપૂટની માહિતી ઉપસ્થિતોને આપવામાં આવી હતી.ઉક્ત શિબિરમાં કુંરિવાજો અને અંધશ્રધ્ધાઓ દુર કરવા, શિક્ષણ, લોકોને એક જગ્યાએ કાયમી સ્થાયી થવા વગેરે બાબતોમાં જાગૃતિ લાવવા માટે અપીલ કરવામાં આવી હતી.આ તબકકે, શિબિરમાં વિચરતી- વિમુક્તજાતિના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા. સમાજના તમામ લોકોને શિક્ષીત તેમજ સંગઠીત થઈ વિકાસની મુખ્ય હરોળ માં આવવા હાંકલ કરવામાં આવી.
ડિજિટલ યુગ ન્યૂઝ જંબુસર
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









