ભરૂચ જિલ્લા ના જુનાદિવા ના કુમાર પ્રાથમિક શાળા ના બહુપ્રતિભાશાળી શિક્ષક પ્રદીપકુમાર દોશીની રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી થતા શિક્ષણ આલમમાં હર્ષ ની સાથે ગૌરવ ની લાગણી પ્રસરી જવા પામી છે.શિક્ષક પ્રદીપ દોશી એ શિક્ષણને ફક્ત પાઠ્યપુસ્તક પૂરતું સીમિત રાખવાને બદલે તેને કલા અને કૌશલ્ય સાથે જોડીને નવો માર્ગ ચીંધ્યો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે વિશેષ યોગદાન આપ્યું હતું.ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં, શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ આપીને સન્માનિત કરવામાં આવે છે.દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કે બીજા રાષ્ટ્રપતિ કરતાં એક મહાન શિક્ષક અને ફિલોસોફર તરીકે વધુ જાણીતા એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૫મી સપ્ટેમ્બરને દેશભરમાં ‘શિક્ષક દિન’ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત થનારા શિક્ષકોમાં ભરૂચ જિલ્લાના જૂનાદીવા પ્રાથમિક શાળાના બહુપ્રતિભાશાળી શિક્ષક પ્રદીપકુમાર દોશીને પણ સ્થાન મળ્યું છે.રાજ્ય સ્તરનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારંભ અમદાવાદમાં યોજાશે, જેમાં શિક્ષણ અને શૈક્ષણિક સાહિત્ય ક્ષેત્રે મહામૂલું યોગદાન આપનારા પ્રદીપકુમાર દોશીને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ – ૨૦૨૫’ એનાયત થશે.આ વર્ષે પણ, શૈક્ષણિક વર્ષ ૨૦૨૫ માટે રાજ્યભરમાંથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગના કુલ ૩૦ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. ચાલુ વર્ષે દક્ષિણ ઝોનના ૧૦ જિલ્લાઓમાંથી પ્રાથમિક શિક્ષણ વિભાગ માટે પસંદ થયેલા ત્રણ શિક્ષકોમાં ભરૂચ જિલ્લાના, અંકલેશ્વર તાલુકાની જુનાદિવા કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપકુમાર સુભાષચંદ્ર દોશીનો સમાવેશ થાય છે.ચિત્રકલા, સંગીત, સાહિત્ય લેખન, પપેટરી, નાટ્યકરણ, રમત અને અસરકારક પ્રાર્થના જેવી વિવિધ પ્રવૃત્તિઓનો શિક્ષણમાં ઉપયોગ કરીને તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની આ અનોખી શૈક્ષણિક પદ્ધતિ અને કલા પ્રત્યેની તેમની સાધનાના પરિણામે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે.આ એવોર્ડથી પ્રદીપકુમારની મહેનત અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી છે. તેમનું આ સન્માન ભરૂચ જિલ્લાના અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









