ભરૂચ કલેકટર નું પ્રાકૃતિક ખેતી ઉત્પાદનોના વેચાણ માટે વિશેષ પ્લેટફોર્મ અને માર્કેટિંગની વ્યવસ્થા ઉભી કરવા વિશેષ માર્ગદર્શન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમિક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં કલેકટરના અધ્યક્ષસ્થાને થી વિવિધ એજન્ડાની ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની સંખ્યા અને તેનો વિસ્તાર, પ્રાકૃતિક કૃષિ પોર્ટલ આઈ-ખેડૂત પર એન્ટ્રી, જિલ્લામાં મોડલ ફાર્મની પરિસ્થિતિ અને તાલીમ, સોઈલ હેલ્થ કાર્ડની કેસ સ્ટડીથી આવેલા વિવિધ પરિવર્તનો, તેમજ પ્રાકૃતિક કૃષિના ઉત્પાદન અને વેચાણ વગેરે જેવા એજન્ડાઓ અંગે અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડતા જણાવ્યું હતું કે જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મળે, ખેડૂતોને તેમની ખેત પેદાશનો પોષણક્ષમ ભાવ મળી રહે તેવી કામગીરી કરી તેના આગામી આયોજન માટે સવિશેષ માર્ગદર્શન પૂરું પાડયું હતું. તેમજ ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે માટે સંલગ્ન તમામ વિભાગોએ સૂચારું રૂપથી એકબીજાના સંકલનમાં રહી આયોજનને આધારે કામગીરી કરે તે સુનિશ્રિત કરવા જણાવ્યું હતું.આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, કૃષિ વૈજ્ઞાનિકો, નાયબ ખેતી નિયામક શલ, નાયબ બાગાયત નિયામક , નાયબ પશુપાલન નિયામક શ્રી તથા સમગ્ર પ્રા કૃતિક કૃષિ ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ 

 

 

 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!