વડોદરા ની મધ્યસ્થ જેલના પેરોલ જંપ કરનાર પાકા કામના કેદીને પલસાણાની હોટલમાંથી ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો.પકડાયેલ શખ્સ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસ સૂત્રો થકી પ્રાપ્ત વિગતો અનુસાર એલ.સી.બી.ની અલગ અલગ અલગ ટીમો દ્વારા જિલ્લાના નાસતા ફરતા તથા પેરોલ જંપ કરનાર આરોપીઓ ને પકડવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. દરમ્યાન માહિતી પ્રાપ્ત થઈ હતી કે, વાલીયા કોર્ટ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના અલગ અલગ પાંચ કેસોમાં કોંઢ ગામના આરોપી મહંમદ જુનેદને સને ૨૦૨૧ માં દોષીત ઠેરવી તેને ૧૦ વર્ષની સાદી કેદ તથા રૂપિયા એક કરોડ પંદર લાખ પચાસ હજાર નો દંડ ફટકારતા આરોપી વડોદરા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતો હતો.જુનેદ ની એપ્રીલ ૨૦૨૫ માં તેની દિન-૧૪ ની ફર્લો રજા મંજૂર થઇ હતી. અને તેને તા.૧૫ ના રોજ જેલમાં પરત હાજર થવાનુ હતુ પરંતુ જુનેદ હાજર થયો ન હતો. ફર્લો જંપ થયેલ હોવાથી વાલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેથી એલ.સી.બી.ની ટીમ દ્વારા ફર્લો જંપ આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.દરમ્યાન બાતમી મળેલ કે વડોદરા મધ્યસ્થ જેલમાંથી ફર્લો જંપ કરનાર મહંમદ જુનેદ ગુલામભાઇ ફકીર રહેવાસી. કોંઢ ગામ સ્કુલ ફળીયુ તા.વાલીયાજિ.ભરૂચહાલ પલસાણા ની એક હોટલમાં કામ કરે છે જેથી એલ.સી.બી.ટીમ તાત્કાલિક પલસાણા સુરત ખાતે દોડી ગઈ હતી.જ્યાંથી જુનેદ ને ઝડપી પાડી વાલીયા પોલીસ ને હવાલે કરવામાં આવ્યો હતો.વાલીયા પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









