વાગરા ના ભેંસલી ગામે હોટલ પાસે થી ૮૫ લાખના દારૂ સહીત એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે એક ને એલસીબીએ ઝડપી પાડ્યો હતો.ગતરોજ કોમ્બિંગ નાઇટ દરમ્યાન એલ.સી.બી.ભરૂચની ટીમ દહેજ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે “ ભરૂચ થી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક આવેલ રામદેવ રાજસ્થાની હોટલ પાસે ઉભેલી આઇશર માં ફાડકામાં મુકેલ ધાતુની વોટર ટેન્કમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી લઇ જવાય છે. જેથી એલ.સી.બી.ટીમ દ્વારા આઇસર ટ્રકને ઝડપી પાડી તપાસતા વિદેશી દારૂ પ્રત્યક્ષ રીતે દેખાયુ ન હતું.જેથી ધાતુની વોટર ટેન્ક પોલીસ ટીમ દ્વારા લોખંડ કાપવાના કટર વડે કાપી તપાસતા વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના પુઠ્ઠાના બોક્ષ નંગ-૫૬૬ નાની મોટી કુલ બોટલ નંગ-૧૬,૬૩૦ જેની કિંમત રૂપિયા ૮૫,૮૭,૪૦૦/- તેમજ આયશર ટેમ્પો જેની કિંમત ૨૦,૦૦,૦૦૦ ઉપરાંત અંગઝડતી અને મોબાઈલ ના મળી કુલ મુદ્દામાલ એક કરોડ ૬ લાખ સાડત્રીસ હજાર ત્રણસો નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.પકડાયેલ વિદેશી દારૂના જથ્થા બાબતે ઝડયાયેલ જેસારામ વિશનારામ જાટ ઉ.વ-૨૬ રહેવાસી- આદશ સવા ગામ ઇન્દ્રકોલોની, તા-જી-બાડમેર (રાજસ્થાન) એ જણાવ્યુ હતું કે, રાહુલ નામના વ્યક્તિએ દહેરાદુન (ઉત્તરાખંડ) થી દારૂ નો જથ્થો ભરાવી આપેલ અને મુસાફરી દરમ્યાન સંપર્કમાં રહયો હતો.અને દહેજ જતા રોડ ઉપર આયશર ઉભી રાખવા જણાવ્યુ હતુ. અને વડોદરા જવાની સુચના આપી હતી. મુદ્દામાલ મોકલનાર રાહુલ ને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ જેસારામ જાટ વિરૂધ્ધ દહેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









