ભરૂચ ની એબીસી ચોકડી પાસે થી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઈંગ્લીશ દારૂ ભરેલ ઇક્કો કાર તેમજ દ્રાઈવર સહિત ૬ લાખ થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

ગતરોજ રાત્રીના એલ.સી.બી.ની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારૂતી ઇકો ગાડી નં.જીજે-૦૫-જેકે-૩૩૪૦ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અંક્લેશ્વર થી આમોદ તરફ જનાર છે,જેથી એલ.સી.બી.ની ટીમ ભરૂચ શહેરના ABC સર્કલ નજીક વોચમા ગોઠવાઈ ગઈ હતી.દરમિયાન બાતમીવાળી મારૂતી ઈક્કો કાર આવતા તેને રોકી ઇક્કો કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ બીયર ટીન નંગ-૧૮૮ કિંમત રૂપિયા ૧,૫૬,૦૨૫ તેમજ મારૂતી ઇક્કો કાર કિંમત રૂપિયા ૫ લાખ અને એક મોબાઇલ જેની કિંમત રૂપિયા ૪૦૦૦ મળી રૂપિયા ૬,૬૧,૦૨૫/- નો મુદ્દામાલ ઝડપી પાડવામા આવ્યો હતો.

પકડાયેલ ડ્રાઇવરને મુદ્દામાલ અંગે પુછતા સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં સફારી કોમ્પ્લેક્ષ નજીકથી બોટલો છુટક મેળવી આમોદ લઇ જતો હતો હોવાની હકિકત જણાવી હતી. સુરત ખાતે સફારી કોમ્પલેક્ષ નજીકથી વિદેશી દારૂની બોટલ આપનાર અજાણ્યા આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ દ્રાઈવર અશ્વીનભાઇ ઠાકોરભાઈ વાઘેલા ઉ.વ.૩૦ રહેવાસી. ૧૨ વાઘરીવાડ અઝારા ફર્નીચર પાસે ભેસ્તાન જિ.સુરત વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









