વાગરા ના સારણ ગામે થયેલ ચોરી પ્રકરણમા ત્રણ શખ્સો ઝબ્બે,૧૯ તોલા સોનુ રિકવર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાજેતરમાં વાગરા તાલુકાના સારણ ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી હતી.

પોલીસે દાહોદ જિલ્લાની કુખ્યાત ચોર ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. અને તેમની પાસેથી ચોરાયેલ ૧૯ તોલા જેટલું સોનું જપ્ત કર્યું છે. ગત ૨ જુલાઈ ના રોજ રાત્રિ દરમિયાન સારણ ગામમાં એક મકાનમાં બારી તોડીને ચોરોએ ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. અને ૨૦,૮૫,૦૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ ૧૦ લાખ જેટલી રોકડ રકમ મળી કુલ ૩૦,૮૫,૦૦૦ ની મત્તાની ચોરી કરી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ ફેલાયો હતો.

ચોરી અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાગરા પોલીસ મથકના પી.આઇ એસ.ડી ફુલતરિયા તથા ભરૂચ LCBએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ચોરી પાછળ દાહોદના ગરબાડા વિસ્તારની એક સક્રિય અને કુખ્યાત ચોર ટોળકીનો હાથ છે. આ બાતમી ને આધારે, પોલીસની એક વિશેષ ટીમને તાત્કાલિક દાહોદ જવા માટે રવાના કરવામાં આવી હતી.પોલીસે સ્થાનિક બાતમીદારોની મદદથી ઝીણવટભરી તપાસ ચલાવી હતી. આ સઘન ઓપરેશનના અંતે પોલીસે આ ચોરીના મુખ્ય સૂત્રધાર આરોપી વિજય દિપાભાઈ પલાસ (રહે. આમલી ખજૂરીયા, તા.ગરબાડા,જી. દાહોદ)ને ઝડપી પાડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિજયે તેના અન્ય સાગરીતો સાથે મળીને-સદર ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હતી. ચોરી કરેલા મુદ્દામાલમાં મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે. પકડાયેલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીને વધુ પૂછપરછ અને તપાસ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાગરા પોલીસને સોંપવામાં આવ્યો હતો.વાગરા પોલીસે આરોપી વિજય પલાસના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી તેની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ તેના અન્ય ત્રણ સાગરીતોના નામ અને ચોરીનો મુદ્દામાલ ક્યાં અને કોને વેચ્યો તેની વિગતો જણાવી હતી.

આ માહિતી મળતાંજ વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી ફુલતરિયાના નેતૃત્વ હેઠળ એક ટીમ તાત્કાલિક ગરબાડા ખાતે જવા રવાના થઈ હતી. પોલીસની ટીમે ગરબાડા ખાતે ત્વરિત કાર્યવાહી કરીને ચોરીનું સોનુ લેનાર અનિલકુમાર અમરતલાલ સોનીને પણ ઝડપી પાડ્યો હતો.

ચોરી ના દાગીના ઓગાળી સોનીએ ૧૯૦ ગ્રામની “લગડી” બનાવી દીધી હતી

જેની પૂછપરછ કરતા સોનીએ જણાવ્યું હતું, કે તેણે આરોપી વિજય પલાસ પાસેથી લીધેલ સોનાના દાગીના ઓગાળી તેમાંથી ૧૯૦ ગ્રામની સોનાની લગડી બનાવેલ હોવાનું જણાવ્યું હતું. આ સાથેજ પોલીસે અન્ય એક આરોપી નિકેશ જવસિંગ પલાસને પણ ઝડપી પાડ્યો હતો. સાથે જ ૧૫ લાખ ઉપરાંતની કિંમતનું ૧૯ તોલા જેટલું સોનું રિકવર કર્યું હતું.

આ ગુનામાં સંડોવાયેલ અરવિંદ મડિયા મીનામાં તેમજ શિવરાજ ધાડકા પલાસ બંને રહે, આમલી ખજુરીયા, તા.ગરબાડા, જી. દાહોદ ને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેઓને પણ ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!