આમોદ ના કોલાવણા ગામે ડી.ડી.ઓ ના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હાલ સમગ્ર રાજય મા શિક્ષણના મહાયજ્ઞ એવા ત્રિ – દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫નો ભરૂચ જિલ્લામાં પ્રારંભ થઇ ચુક્યો છે. એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે શાળાપ્રવેશને ઉત્સવ રૂપે ઊજવવાની પહેલ કરી છે.ભરૂચ જિલ્લા ના આમોદ તાલુકા ના કોલાવણા ગામની આદર્શ પ્રાથમિક મિશ્ર શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી એ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ટાણે ભૂલકાઓ ને શાળા પ્રવેશ ની વિધિ સંપન્ન કરવા સાથે બાળકો ને શાળા માં ઉષ્માભેર આવકાર આપ્યો હતો.

કાર્યક્રમ ની શરૂઆત તિલાવતે કુરાન થી કરવામાં આવી હતી.ત્યારબાદ ઉપસ્થિત અધીકારીઓ એ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુક્યા બાદ શાળા ની છાત્રાઓ એ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતુ.મહેમાનો ને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરાયુ હતુ.

શાળા માં પ્રવેશ મેળવનાર ભૂલકાઓ ને સ્કૂલ બેગ પ્રદાન કરી વિધિવત શાળામાં આવકાર આપવામાં આવ્યો હતો.શાળાના વિદ્યાર્થીએ વ્યસન મુક્તિ પર વક્તવ્ય આપ્યુ હતુ.શાળા ના તેજસ્વી તારલાઓ નું સન્માન કરવામાં આવ્યુ હતુ.શાળા ની બે છાત્રાઓ એ જીવનમાં સલામતી અને સાવચેતી પર અગત્ય ની માહિતી પીરસી હતી.સાથે જ ટ્રાફિક ના નિયમો ના પાલન બાબતે આહવાન સાથે શપથ લેવડાવવા માં આવ્યા હતા.

આભાર વિધિ શાળા ના શિક્ષકે કરી હતી.જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે એ શાળા સંકુલ નું નિરીક્ષણ કર્યું હતુ.સાથે જ ડીડીઓ એ વૃક્ષારોપણ કર્યું હતુ.આ સાથે તેમણે શાળા અને ગામની સમસ્યાઓ જાણવા પ્રયાસ કર્યો હતો.કોલવણા હાઈસ્કૂલમાં પણ પ્રવેશ ઉત્સવ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ પ્રસંગે ગામના સરપંચ ઝફર ગડીમલ, આમોદ એ.ટી.ડી.ઓ નિરંજન પ્રજાપતિ,ગૌરાંગભાઈ,ગામના અગ્રણીઓ,દાતાઓ અને એસ.એમ.સીના સભ્યો સહિત શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!