વાગરા ના સાયખા અને વડદલા ગ્રામ પંચાયતની ચૂંટણી મા ત્રિપાંખીયો જંગ ખેલાયો, મહિલાઓ નું ઊંચું મતદાન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકામાં બે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. વહેલી સવાર થી જ પુરુષો કરતા મહિલાઓએ મતદાન કરવા વિશેષ જાગૃતિ બતાવી હતી.

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

વાગરા તાલુકામાં બે ગ્રામ પંચાયતની યોજાયેલ ચૂંટણી મા બંનેવ ગ્રામ પંચાયત પર વિશેષ રીતે આખા તાલુકાની નજર મંડાઈ છે. સાયખા અને વડદલા ગ્રામ પંચાયત હદમાં વિવિધ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. જેથી ઉદ્યોગ નગરીથી ઘેરાયેલી પંચાયતના સરપંચ બનવા માટે સૌએ એડી ચોટીનું જોર લગાવ્યુ હતું. સાયખા ગ્રામ પંચાયત ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. બે બળિયાની લડાઈ વચ્ચે ત્રીજાને ફાયદો થાય એવી સ્થિતિ નું નિર્માણ થયા ની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે હાલતો સાયખામાં આદિવાસી મતદારો જે તરફ મતદાન કરે એની જીત પાકી એમ માનવામાં આવી રહ્યુ છે.

સાયખા ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં કુલ ૮૮૭ મતદારો પૈકી ૩૮૨ પુરુષ અને ૩૮૩ મહિલાઓ મતદાન કરી લોકશાહી ના પર્વ ની ઉજવણી કરી હતી. સાયખા ગામે ૮૬.૨૪ ટકા મતદાન નોંધાયુ હતુ. જ્યારે વડદલા ગ્રામ પંચાયતના કુલ ૬૬૨ મતદારો પૈકી ૨૮૭ પુરુષ અને ૩૦૫ મહિલા મતદારોએ મતદાન કર્યું હતુ. વડદલા ગામે ૮૯.૦૨ ટકા મતદાન નોંધાયુ હતુ. જેમાં મહિલાઓએ ૮૯.૧૮ ટકા મતદાન કરી પોતાની સૂઝબૂઝ બતાવી હતી. સવારથી સાંજ સુધી એક-એક મતદારને ઘરથી બુથ સુધી લઈ જવા માટે ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોએ કમર કસી હતી. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

બેલેટ પેપરથી યોજાયેલ ચૂંટણીમાં મતદાન કઈ રીતે કરવુ એ માટે કેટલાક મતદારો અસમંજસમાં મુકાઈ જવા પામ્યા હતા.

વડદલા ગામે લકવાગ્રસ્ત મહિલાએ મતદાન કરી મતદાતાઓમાં ઉત્સાહ નો સંચાર કર્યો

વાગરાના વડદલા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી મહેશભાઈ રાવત અને મદદનીશ ચૂંટણી અધિકારી સંજય ગિલાણી ને લકવાગ્રસ્ત મધુબેન રાઠોડને મતદાન કરવુ છે એની જાણ થઈ હતી. જેથી તેમને મતદાન કરાવવા મેડિકલ ટિમ થકી મતદાન ની વ્યવસ્થા કરાવી આપી હતી.ડાબી બાજુનું અંગ લકવાગ્રસ્ત હોવા છતાં મધુબેન એમ્બ્યુલન્સ મારફત મતદાન મથક સુધી પહોંચ્યા હતા. શારીરિક રીતે અશક્ત હોવા છતાં મતદાન કરી અન્ય મતદારોનું તેમણે મનોબળ વધાર્યું હતુ.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!