સાયખા GIDC મા ઉભેલી ટ્રકમા ભટકાતા મોટરસાઇકલ ચાલકનું કરુણ મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સાયખા જીઆઇડીસી માં પાર્ક કરેલ ટ્રકમાં ભટકાતા સાયખાના યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સમગ્ર બનાવ અંગે પોલીસ ચોપડે નોંધાયેલ માહિતી મુજબ વાગરા તાલુકાના સાયખા ગામના ખાદી ફળિયા વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષીય યુવક કલ્પેશ કુમાર રમણભાઈ રાઠોડ ગત રાત્રીના લગભગ ૧૦ વાગ્યાના અરસામાં પોતાની હીરો કંપનીની મોટરસાઇકલ લઈને સાયખાની જય કેમિકલ ચોકડી થઈ ને સાયખા ગામ તરફ જઇ રહ્યો હતો.દરમિયાન સાયખા જીઆઇડીસી માં આવેલ ફાર્મસન ફાર્મા કંપનીના ગેટ પાસે સાયખા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર એક ટ્રક ટ્રેલર જાહેર રોડ ને અડીને જ પાર્ક કરેલ હતી. જેમાં પાર્કિંગ લાઇટ કે કોઈજ આડસ મુકેલ ન હતી. જેથી રાત્રીના સમયે મોટરસાઇકલ ચાલકને પાર્ક કરેલ ટ્રેલર નજરે નહીં પડતા ટ્રેલરના પાછળના ભાગે મોટરસાઇકલ ભટકાઈ હતી. ઘટનામાં મોટરસાઇકલ ચાલકને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓને પગલે કલ્પેશનું કરુણ મોત નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમા ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

GIDC માં મોટા વાહનોનું આડેધડ પાર્કિંગ જીવલેણ સાબિત થયું:- વિલાયત તેમજ સાયખા જીઆઇડીસી માં જાહેર રોડ ઉપર મોટા વાહનો ખડકી દેવામાં આવે છે.જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થતો હોય છે.એક તરફ રોડ ઉપર મસમોટા ખાડાઓએ સામ્રાજ્ય જમાવ્યું છે.બીજી તરફ મોટા વાહનો જાહેર માર્ગને અડીને પાર્ક કરવામાં આવે છે. જેને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવે છે. સાથે જ અકસ્માતનો પણ ભય રહે છે. સાયખા જીઆઇડીસી માં સર્જાયેલ અકસ્માત તેનું તાજુ ઉદાહરણ છે. જીઆઇડીસી માં આવતા મોટા વાહનો મનફાવે તેમ ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરવામાં આવે છે. તેવા બેફામ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં તે અત્યંત જરૂરી બન્યું છે.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!