સાયખા જીઆઇડીસીમાં આવેલી લૂના કેમિકલ કંપનીમાં ઉંચાઈ પર કોઈપણ પ્રકારની સેફ્ટી સુરક્ષા વ્યવસ્થા વિના કામદારોને જોખમમાં કામ કરાવવાની ઘટના ની સ્થાનિક સ્તરે ભારે ચર્ચા વહેતી થઈ છે. મળતી માહિતી મુજબ, કંપનીમાં અમુક કામદારો વિના હાર્નેસ, હેલ્મેટ કે અન્ય ફરજિયાત સેફ્ટી ગિયર સાધનો વગર ઊંચાઈ પર કામ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

આ મુદ્દે જાગૃત નાગરિકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સુરક્ષા નિયમોનું પાલન ન થવાથી કોઇ મોટી દુર્ઘટનાની સંભાવના ત્યજી શકાય તેમ નથી. કંપનીમાં કાર્યરત કામદારોને જાનહાનિ જેવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે તે માટે કાયદેસર સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી ફરજિયાત છે.

ફેક્ટરી ઈન્સપેક્ટર ફરિયાદ માટે ફોન પણ ઉઠાવતા ન હોય ફરીયાદ કોને કરવી? મુદ્દાની ગંભીરતા વચ્ચે સ્થાનિક નાગરિકો દ્વારા જ્યારે સેફ્ટી ઇન્સ્પેક્ટરને ફોન કરાયો, ત્યારે તેઓ ફોન ઉઠાવતા ન હોવાની ફરિયાદ પણ સામે આવી છે. આથી પ્રશ્ન ઉઠે છે કે આખરે આવા અધિકારીઓનું કામ શું જે માત્ર કાગળ પર જ સીમિત છે? આ અંગે સ્થાનિક તંત્ર તેમજ જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરેટ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

જે કંપનીઓ કામદારોની સુરક્ષા સાથે ચેડાં કરે છે, તેઓ માટે ઉદાહરણરૂપ દંડ અને પગલાં નક્કી થવા જોઈએ. જ્યાં એક તરફ સરકાર ‘સુરક્ષિત અને સસ્ટેનેબલ ઉદ્યોગ વિકાસ’ની વાત કરે છે, ત્યાં આ પ્રકારના સુરક્ષા ભંગના કિસ્સાઓ એ બાબતને પછાડે છે. જો તંત્ર સમયસર સતર્ક ન બને તો આવી બેદરકારી કોઈ મોટી જાનહાનિ સર્જી શકે છે અને ગરીબ જરૂરિયાતમંદ કામદારો એ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









