ચાલુ વર્ષે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલ નું ધો.૧૨ વિ.પ્ર. નું ૯૦.૬૫ % પરિણામ અને સા.પ્ર. નો ૯૦.૨૦% પરિણામ આવ્યું છે.

વિજ્ઞાન પ્રવાહમાં શાળાની વિદ્યાર્થી ની સૈયદ રૂમાના ઈમરાને- ૭૭.૮૫ % જ્યારે રાજ આતિકા ફાતેમા અબ્દુલ્લાહે ૭૭.૨૮ % અને સુરા મુબીના સાજીદે- ૭૬.૧૪ % પ્રાપ્ત કરી જળવંત સફળતા મેળવેલ છે.

જ્યારે સામાન્ય પ્રવાહમાં અબ્દાલ ફાતિમા અલ્તાફભાઈ એ – ૯૨% તથા ઊતરાયા ફાતિમા ઈરફાને ૮૫.૩૧% અને ગોસ્વામી ભાવના ગણપતભાઈ એ ૮૦ % પરિણામ પ્રાપ્ત કર્યું છે. જે બદલ શાળા સંચાલક મંડળ, આચાર્ય, તથા શાળા પરિવારે ઉતીર્ણ થનાર તમામ છાત્રોની સિદ્ધિ ને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

સૈયદ અમજદ (બાપુ)









