પંજાબ ના લુધિયાણા ખાતે યોજાયેલ રોલર સ્કેટીંગ નેશનલ ચેમ્પિયનશીપ માં ભરૂચ ના પ્રથમે ત્રણ મેડલ પ્રાપ્ત કર્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પંજાબ ખાતે આયોજિત રાષ્ટ્રીય રોલર સ્કેટિંગ સ્પર્ધા માં ભરૂચ જિલ્લાના પ્રથમ વસાવાએ ત્રણ મેડલ પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લા નું નામ રોશન કર્યું હતું.તા.૨૯ માર્ચ થી તા.૨૧ એપ્રિલ દરમિયાન યોજેયલ રોલર સ્કેટિંગ નેશનલ ચેમ્પિયન શિપ માં ગુજરાત ના ૭ ખેલાડીઓ એ ભાગ લીધો હતો. જેમાં ભરુચ જિલ્લાના ભરૂચ તાલુકા નાં પ્રથમ કુમાર રાજેશભાઈ વસાવા જે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિઝેબિલિટી ધરાવે છે. પ્રથમ વસાવા કે.જી.એમ. હાઈસ્કૂલ ભરુચ માં અભ્યાસ કરે છે. પ્રથમ વસાવાએ ૧૦૦ x ૨ મીટર રીલે રોલર સ્કેટીંગમાં ૧ ગોલ્ડ મેડલ તેમજ ૩૦૦ મીટર રન સ્કેટીંગમાં ૧ બ્રોન્ઝ મેડલ અને ૧૦૦ મીટર રન સ્કેટીંગમાં ૧ બ્રોન્ઝ મેડલ મેળવી ભરુચ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

આ તબક્કે પ્રથમ વસાવા ના કોચ સ્પે.એજ્યુકેટર પટેલ કલ્પનાબેન અને તેના માતા-પિતાને લોકો એ અભિનંદન પાઠવ્યા હતા.પ્રથમ વસાવાને આગામી સમયમાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષા એ રમાનારી સ્કેટીંગ ચેમ્પિયનશીપ માટે સીલેકશન ની તૈયારી કોચ દ્વારા કરવામાં આવી રહી છે.

સૈયદ અમજદ (બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!