દયાદરા હાઈસ્કૂલ ના શિક્ષક ઈમ્તીયાઝ ઘાંચીએ પી.એચ.ડી ની પદવી પ્રાપ્ત કરી શાળા નું ગૌરવ વધાર્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ના દયાદરા ખાતે આવેલ ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલના માધ્યમિક વિભાગમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતા ઈમ્તીયાઝભાઈ ઘાંચીએ “યુઝ ઓફ એલેગરી ઇન મસનવી ઓફ રૂમી” વિષય ઉપર મહાનિબંધ તૈયાર કરી ડોકટર ઓફ ફિલોસોફી ની ડીગ્રી માટે રજૂ કર્યો હતો.જેને ૧૪ મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ફાઈનલ ડિફેન્સ બાદ પી.એચ.ડી ની ડીગ્રી માટે માન્ય રાખવામાં આવ્યો હતો અને ઈમ્તીયાઝભાઈ ઘાંચીને પી.એચ.ડી ની પદવી એનાયત કરવામાં આવી હતી. વર્ષોની મહેનત અને અભ્યાસ બાદ ઈમ્તીયાઝભાઈ ઘાંચી હવે થી ડૉ. ઈમ્તીયાઝભાઈ ઘાંચી તરીકે ઓળખાશે જે દયાદરા હાયર સેકનડરી શાળા પરિવાર તથા શાળા સંચાલક મંડળ માટે ગૌરવ ની બાબત લેખાશે.ડો.ઇમતિયાઝભાઇ ઘાંચીની સિદ્ધિ ને પગલે શાળા માં આનંદ ની લાગણી પ્રવર્તી જવા પામી છે.

ડો.ઇમતિયાઝભાઇ ઘાંચી ની ઉપલબ્ધી ને બિરદાવી સંચાલક મંડળ અને શાળા પરિવાર તરફ થી શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી.આ પ્રસંગે સતત પ્રોત્સાહન અને સહકાર બદલ દયાદરા એજ્યુકેશનલ સોસાયટીના પ્રવર્તમાન પ્રમુખ શબ્બીર એમ.ઘંટીવાલા,મંડળ ના તમામ સભ્યો, શાળાના ભૂતપૂર્વ આચાર્ય એસ.ડી.પટેલ તથા વર્તમાન આચાર્ય આઈ.વાય.પટેલ અને સ્ટાફમિત્રો તેમજ ખાસ કરી ને અભ્યાસક્રમ માટે પોતાની દુઆઓ સાથે મંજૂરી આપનાર મંડળના આદ્ય સ્થાપક ભૂતપૂર્વ પ્રમુખ મર્હુમ હાજી દાઉદ મુસા બાજીભાઈ નો પણ આ તબક્કે ઈમ્તીયાઝભાઈ એ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

એહવાલ:- સૈયદ અમજદ(બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!