અભ્યાસ કરનાર માટે કોઈપણ વિષય અઘરો નથી પણ વિદ્યાર્થીઓ પોતાના મગજ માં ગાંઠ મારી લે છે કે આ વિષય મુશ્કેલ છે તેથી જ તેને તે અઘરો લાગે છે.છાત્રોએ આજે પોતાની માનસિકતા બદલવા ની જરૂર છે.તેમ મોટિવેશનલ સ્પીકર અશોક ગુજજરે આણંદ જિલ્લાના બોરસદ તાલુકા ના નાપા સ્થિત આદર્શ શૈક્ષણિક સંકુલ ના શુભેચ્છા સહ સત્કાર સમારંભ કાર્યક્રમ માં ઉચ્ચાર્યા હતા.તેમણે સકારાત્મક અભિગમ કેળવી વિદ્યાર્થીઓ પોતાની શ્રેષ્ઠ કારકિર્દી નું ઘડતર કરી શકે છે.તેમ કહ્યું હતું.

“ઢકકન હટાવો રિઝલ્ટ બનાઓ”ફોર્મ્યુલા બતાવી વિદ્યાર્થીઓ ને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના મંત્રો બતાવ્યા

અશોક ગુજજરે પોતાના અનુભવ ના ભાથા ને નિચોડી વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરી ઉપયોગી માહિતી પીરસી હતી.તે”ઢકકન હટાવો રિઝલ્ટ બનાઓ”ફોર્મ્યુલા બતાવી વિદ્યાર્થીઓ ને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના મંત્રો બતાવ્યાઓએ ફિઝિઓલોજી બદલાતા સાયકોલોજી બદલાય છે.”ઢકકન હટાવો રિઝલ્ટ બનાઓ”ફોર્મ્યુલા બતાવી વિદ્યાર્થીઓ ને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના મંત્રો બતાવ્યા હતા.વિશ્વ ની સફળ વિભૂતિઓ ના સફળ જીવનના દ્રષ્ટાતો ટાંકી ને વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.”મારા થી ન થાય,અને મારા થી કેમ ન.થાય….??”એવા લોકો આજે જગત માં છે.પણ મારા થી કેમ ન થાય તે લોકો જ જીવનમાં આગળ વધી શકે છે અને કાંઈક કરી શકે છે.

જે શાળા ની પરમિશન આપવા માટે સરકારે અખાડા કર્યા તે શાળાએ ૧૮ જેટલા છાત્રો ડોકટર બનાવ્યાં તે દાંડી યાત્રા થી કમ નથી
જે શાળા ની સ્કૂલ ની પરમિશન આપવા માટે સરકાર અખાડા કરે અને આવા પડકાર ને ઝીલી સરકાર સામે લડત લડી શાળા ની મંજૂરી મેળવી શાળા માંથી ૧૮ જેટલા ડોકટર તૈયાર કરવા એ દાંડી યાત્રા થી કમ નથી.સાચી સુંદરતા એ નથી જે ઈશ્વરે તમોને આપી છે.પણ સાચી સુંદરતા એ છે કે તમોએ પરિશ્રમ થકી પ્રાપ્ત કરેલી શ્રેષ્ઠ સફળતા છે.પહેલા ના સમયમાં ન ભણવું એ મજબૂરી હતી પસંદગી ન હતી.જ લોકો એલાર્મ મૂકી ને ઉઠતા હોય તે જિંદગી થી ઉઠી જતા હોય છે.વધુમાં તેઓ એ ઉમેર્યું હતું કે આજે ખૂબ કોમ્પિટિશન નો જમાનો છે તેમાં ટકવા માટે અથાગ મહેનત કરવી પડશે.

“રાત કે સાથ લડાઈ લડની પડેગી,દુનિયા સે બાત બંદ કરની પડેગી તબ જાકે તરક્કી મિલ શકેગી”
“રાત કે સાથ લડાઈ લડની પડેગી,દુનિયા સે બાત બંદ કરની પડેગી તબ જાકે તરક્કી મિલ શકેગી”.ફોક્સ વગર લીધેલો ફોટો બરોબર નથી આવતો તેમ ફોક્સ વગર સારા માં સારું પરિણામ પણ મેળવી શકાતું નથી.માટે સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે સખત પરિશ્રમ કરવુ પડે.સોશિયલ મીડિયાના દરિયામાં ઘણા સારા સારા લોકો ડૂબી ગયા છે ત્યારે આવી ફાલતુ પ્રવૃત્તિઓ થી દુર રહેવા અનુરોધ કર્યો હતો.વાંચવાની સાથે સાથે રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે.લખવાની પ્રેક્ટિસ અઢળક રાખવાની હાકલ કરી.બોર્ડ ની પરિક્ષા અગાઉ છાત્રો એ સામાજિક પ્રસંગો ને ટાળવા,કિંમતી સમય નો વેડફાટ કરાવે તેવા મિત્રો થી દુર રહેવા,સાદું અને સાત્વિક ભોજન લેવા તથા સોશિયલ મીડિયા થી દુર રહેવા ખાસ તાકીદ કરી હતી.
જે દીકરા-દીકરો ઓની સાથે મા-બાપ નું પ્રેરણબળ જોડાયેલું હશે તે છાત્રો અશક્ય ને પણ શક્ય કરી બતાવશે.પોતાના ભોળા માતા પિતા ને છેતરવા ને બદલે તમારા પર મુકેલા વિશ્વાસ ને ચરિતાર્થ કરી બતાવવા છાત્રો ને ખાસ અનુરોધ કર્યો હતો.આવનાર પરીક્ષા તમારા અને કુટુંબ ના અરમાનો ની પરિક્ષા છે.જેથી અથાગ મહેનત થકી સફળ બનો તેવી શુભેચ્છાઓ મોટિવેશનલ સ્પીકર અશોક ગુજજરે પાઠવી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે પિતા મહુર્મ સૈયદ અલી સૈયદ ના સ્વપ્ન ને પૂર્ણ કરવા પુત્ર ઇકરામ અલી સૈયદે પોતાની સરકારી નોકરી ત્યાગી જેઓ ના બલિદાન ની સરાહના કરી સૈયદ સાહેબ ની સેવાઓ ને નાપા આદર્શ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ ના સન્માન તેમજ શુભેચ્છા સમારોહ ટાણે બિરદાવી હતી.

ભારતના ઉજજવળ ભાવિના પ્રતીક સમા આદર્શ શૈક્ષણિક સંકુલના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના એસ.એસ.સી.તથા એચ.એસ.સી.(વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહ) તેમજ બી.એસ.સી ના વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમની બોર્ડ- યુનિવર્સિટીની આગામી પરીક્ષામાં સર્વોત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરી જીવનને આદર્શમય અને ઉન્નત બનાવે તે માટે તેમને દુઆ ની સાથે શુભેચ્છા પાઠવવાનો તેમજ બોર્ડની પરીક્ષામાં ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ ની શરૂઆત માં તીલાવતે કુરઆન સુરહ-એ-રહમાન ધો-૧૧ વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.જ્યારે પ્રાર્થના “હર લહેઝા એ મોમીન” ધો-૯ અને ૧૧ ની વિધાર્થીનીઓ એ કરી હતી.સ્વાગત ગીત ધો-૬ થી ૮ ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયું હતું.આ તબક્કે સંસ્થાના ડાયરેકટર ઇકરામ અલી સૈયદે સંસ્થા નો પરિચય આપ્યો હતો.સાથે જ મરહુમ સૈયદ અલી સૈયદે આદર્શ શેક્ષણિક સંકુલ રૂપી વૃક્ષ ને વટવૃક્ષ બનાવવા માટે કરેલ અથાગ પ્રયાસો અને તેમની કુરબાનીઓ ને વાગોળી હતી. માત્ર રિઝલ્ટ લાવવું એ અમારું કામ નથી.પરિણામ બાદ ઉચ્ચ અભ્યાસ માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ.આજે નાપા ના છાત્રો ડોકટર તેમજ એન્જીનીયર બની રહયા છે.તેમ ઇકરામ અલી સૈયદે જણાવ્યું હતું.ડ્રામા ડાન્સ ટીચર્સ એન્ડ સ્ટુડન્ટસ લાઇફ ઈંગ્લીશ મીડીયમ ની વિદ્યાર્થીની ઓ દ્વારા પ્રસ્તુત કરાયો હતો.આ તબક્કેગુજરાતી માધ્યમ ની વિદ્યાર્થી ની ભોહરીયા અકશા તેમજ અંગ્રેજી માધ્યમ ની ઉમ્મે હબીબા એ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કરાયું હતું.વુમન એમ્પાવરમેન્ટ ડાન્સ ધો- ૬ થી ૮ ગુજરાતી માધામ ની વિધાર્થીનીઓ એ રજૂ કર્યું હતું.આ તબક્કે શાળા પરિવાર તેમજ છાત્રો અને વાલીઓ ઉપરાંત શિક્ષણવિદો,કર્મશીલો અને સ્વયંસેવી સંસ્થાઓ સાથે જોડાયેલા સેવકો અને નાપા ના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.અંતમારાષ્ટ્ર ગાન સાથે કાર્યક્રમ ની સમાપ્તિ થઇ હતી.

એહવાલ:- સૈયદ અમજદ(બાપુ)









