વડોદરા થી ચોરી થયેલ એક્ટિવા સાથે એક ઈસમને ઝડપી પાડતી ડભોઇ પોલીસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઈ પોલીસને અંગત બાતમીદાર થી બાતમી મળી હતી કે એક ઈસમ હોન્ડા કંપની ની વાદળી કલર ની એક્ટિવા જેનો નંબર જી.જે.૦૬ એન.એફ ૦૪૬૭ લઈ વડોદરા તરફ થી ડભોઇ તરફ આવી રહ્યો છે.અને જે એક્ટિવા શંકાસ્પદ છે.જે બાતમી ના આધારે ડભોઇ પોલીસ અધિકારીએ એક્ટિવા ની વોચ માં રહેવા પોલીસ સ્ટાફ ને સૂચના આપવામાં આવી હતી.પોલીસ સ્ટાફ ના જવાનો બાતમી હકીકત વાળી એક્ટિવાની વોચમાં હતા.તે દરમિયાન ઉપરોક્ત બાતમી વાળી એક્ટિવા વેગા થી શિનોર ચોકડી આવી રહી હોવા હોવાની જાણ થતા જ ડભોઇ પોલીસ સ્ટાફ દ્વારા તેને રોકી ચાલક નું નામ ઠામ પૂછતા ચાલક દ્વારા પોતાનું નામ વિજયભાઈ રણજીતભાઈ પઢીયાર ઉ.વ ૩૬ રહે, જાસપુર મુજપરા ફળિયું ,તા. પાદરા જી, વડોદરા હોવાનું જણાવ્યું હતું.જે બાદ પોલીસ દ્વારા ગાડી ના રજીસ્ટ્રેશન કાગળો તેમજ આધાર પુરાવો માંગતા તેની પાસે નહી હોવાનું જણાવ્યું હતું.

જેથી પોલીસ દ્વારા ગાડી ના રજીસ્ટ્રેશન નંબર ને આધારે ઈ ગુજ કોપ એપ્લિકેશન દ્વારા ખાત્રી કરતા ગાડી ના માલિક નું નામ પ્રવિણભાઈ મનાભાઈ પરમાર રહે ૦૪, સાઈ શ્રદ્ધા આજવા રોડ, સહજ સ્કૂલ પાસે, વડોદરા હોવાનું જાણવા મળ્યું હતું.જેથી સરનામાં ના આધારે ગાડી માલિક નો સંપર્ક સાધતા તેઓની એક્ટિવા અગિયાર માસ પહેલા ચોરી થઈ ગયેલ હતી અને તેઓ દ્વારા ચોરી અંગે ની ફરિયાદ વડોદરા શહેર રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.જેથી ચોરી ની ગાડી સાથે ઝડપાયેલા વિજય ભાઈ રણજીતભાઈ પઢીયાર ની અટક કરી રાવપુરા પોલીસ સ્ટેશન ને આગળ ની કાયદેસર ની કાર્યવાહી અર્થે આરોપી સહિત મુદ્દામાલ ડભોઇ પોલિસ દ્વારા સોંપવામાં આવ્યો હતો.આમ ડભોઇ પોલિસ ની સુજ બૂઝ થી એક વર્ષ પૂર્વે વડોદરા થી ચોરી થયેલ એક્ટિવા નો ભેદ ઉકેલાયો હતો.

અહેવાલ :- બાલકૃષ્ણ શાહ ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!