દેવલીયા ખાતે ઈસ્લામી તાલીમ લેતા તલબાઓનો ઈનામી વિતરણ કાર્યક્રમ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તિલકવાડા તાલુકાના દેવલીયા ચોકડી પાસે જામિઅહ કલાકે મિલ્લત દારુલ કુરાન મદ્રાસામાં મોટી સંખ્યામાં ઈસ્લામી તાલીમ લેતા તલબાઓએ વિવિધ કલાસમાં કુરાન હાફીઝ તથા આલીમ ફાઝિલ થનાર તાલીમ પૂરી કરતાં સનદ અને ઇનામ આપી સન્માનિત કરવાનો વાર્ષિક કાર્યક્રમ મસ્જીદે અલ ફલાહમાં યોજવામાં આવ્યો હતો જેમાં હજરત મૌલાના કારી રશીદ અહમદ સા. અજમેરી (દા.બ.) શૈખુલ હદિર્ષ જામિઅહ અશરફીય્ય અરબીય્યહ રાંદેર સુરત, મૌલાના સૈયદ મુ. સઈદ કાસમી મોહતમીમ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ , મૌલાના સાહેબો અને ટ્રસ્ટી મંડળ ની ઉપસ્થિતમાં ભવ્ય ૩૦ મો વાર્ષિક જલસો રાખવામાં આવ્યો હતો અને આલીમો મૌલાનાઓ અને આગેવાનો દ્વારા સનંદ સર્ટિફિકેટ તેમજ ઇનામ આપી બાળકોને સન્માનિત કર્યા હતા. કુરાને તિલાવત થી શરૂઆત કર્યા બાદ દિન ઇસ્લામની તાલીમ લેતા અને તલ્બાઓએ સુંદર રીતે કુરાન શરીફ નું પણ બયાન કરતા ઉપસ્થિત જનમેદની ખુશાલ થઈ ગઈ હતી. જ્યારે આ પ્રસંગે હજરત મૌલાના કારી રસીદ અહમદ એ મદ્રાસા માં તકતીથી લઈ કુરાને હાફિઝ પઢતા ઓ અને વાલીઓને સમજ આપી હતી કે તિલાવતે કુરાન પાકની હેમિયત અને રોશની આપતા બયાનમાં જણાવ્યું હતું કે કુરાન પઢવાનું અને સાંભળવા બંને બાજુથી સવાબ છે જ્યારે કે તલબાઓને તમામ વિદ્યાર્થીઓને ઉપરોક્ત મુજબ આલીમો અને મહાનુભાવો દ્વારા સન્માનિત કરી સનદ અર્પણ કરી ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ મસ્જિદોના પેશ ઇમામો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળ અને આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

તલબલાઓના તમામ વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરી સનદ અર્પણ કરી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા જે તસવીરમાં નજરે પડે છે.

તસવીર : બાલકૃષ્ણ શાહ –ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!