છોટાઉદેપુર જીલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં વિવિધ ગુનાઓ અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ અપાયેલ, તે અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાંચ છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેકટર એમ.એફ.ડામોરએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ સ્ટાફના માણસોને સૂચના આપેલ જે અંતર્ગત આજ રોજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓએ બાતમી હકીકતના આધારે રંગપુર પોલીસ સ્ટેશનના પાર્ટ C ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૮૨૪૦૦૯૩/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫ ઈ, ૯૮(૨) મુજબના કામે નાશતો ફરતો આરોપી નામે પ્રવીણભાઈ ગેમલસિંગ રાઠવા રહે.રંગપુર તા.જી.છોટાઉદેપુર નાઓ હાલ છોટાઉદેપુર બસ ડેપો ખાતે ક્યાંક જવા માટે ઉભા હોવાનું જણાવેલ જે આધારે પોલીસે તે જગ્યા ઉપર જઈ વર્ણન મુજબના ઈસમને કોર્ડન કરી સદર ઈસમનું નામ ઠામ પૂછી તેને પકડી પાડી સદરી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
એહવાલ:- ફૈજાન ખત્રી, છોટાઉદેપુર









