વડોદરા તથા ડભોઇમાં ઉતરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી : રાત્રિના ભવ્ય આતશબાજી કરાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇ નગરના કેટલાક લોકો વડોદરા ખાતે પોતાના સગા સંબંધીના ઘરે જઈને ઉતરાયણ પર્વની બધા ભેગા મળી સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. વડોદરા તથા ડભોઇ નગર તેમજ તાલુકાના લોકોએ મકર સંક્રાતિ પર્વ ધાર્મિક અને સામાજિક બંનેવ રીતે સંકળાયેલ હોઈ જેની ધામધૂમથી ઉજવણી કરી હતી. આ પર્વ નિમિતે ચાંદોદ ખાતે નર્મદા સ્નાન અને દાન કરી તેમજ ગાય માતાને ઘૂઘરી ખવડાવી ડભોઇ નગર અને તાલુકા ના લોકો ધન્યતા અનુભવતા હતા. ઉતરાયણના દિવસે પવન હોવાથી પતંગ ચગાવવાની મજા જ ઓર લાગતી હતી. પતંગ રસિયાઓ હાથ પર પટ્ટી લગાવીને અને માથા પર કેપ લગાવી પતંગ ચગાવતા હતા.ઉતરાયણના દિવસે સહેજ પણ ઠંડીની પરવા કર્યા વગર સવારથી જ વડોદરા તથા ડભોઇ નગર અને તાલુકાના લોકો પોતાના ધાબા ઉપર અને મકાનના છાપરા પર પતંગ ચગાવવા માટે કુટુંબ સાથે તેમજ મિત્રો સાથે પહોંચી ગયા હતા. વહેલી સવારે દેવ દર્શન કરી અને પુણ્યદાન કરતા નગરજનો નજરે પડતા હતા.

મકરસંક્રાંતિએ પુણ્યદાન ની સાથે સાથે આજરોજ નદીઓમાં સ્નાન નું મહત્વ સામાન્ય દિવસ કરતા અધિક હોય છે. ઉતરાયણના દિવસે પતંગ રસીયાઓની પતંગ પુરબહારમાં ચગેલી જોવા મળતી હતી. તેના કારણે પતંગ અને દોરા ના પૈસા પ્રમાણ પડયા નો એહસાસ થતો હતો. પતંગ ઉત્સવ મનાવવા માટે ધાબા ઉપર અને છાપરે ચડેલા યુવાનો યુવતીઓ અને વૃદ્ધોએ ડીજે ઉપર અને માઇક ઉપર એ કાપ્યો છે ની બૂમો પાડતા મજા માણી રહેલા જોઈ શકાતા હતા.

પતંગોના દાવપેચ માટે પતંગ રસિયાઓ સજ્જ બન્યા હતા. જેમાં કેટલાક લોકોએ સુતાવેલ દોરી એવી હતી કે ખેંચ મારીને પતંગ કપાય જ્યારે કેટલીક દોરીમાં ઢીલ આપીને પતંગ કાપવામાં આવતો હતો. ત્યારબાદ એ કાપ્યો છે. ની બૂમો વચ્ચે આનંદ અને ઉલ્લાસ પૂર્વક બાળકો ઉતરાયણ પર્વની ઉજવણી કરતા નજરે પડતા હતા. ડભોઇ નગર અને તાલુકાનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જવા પામ્યું હતું મકરસંક્રાંતિ પર્વ ધાર્મિક અને સામાજિક રીતે સંકળાયેલો હોવાથી એની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ઉતરાયણના દિવસે પવન નો સાથ મળતાં લોકોને પતંગ ચગાવવાની ભરપૂર મજા આવી હતી.

ઉતરાયણના દિવસે નગરના માર્ગો સુમસામ નજરે પડતા હતા. રાજકારણીઓ તેમજ નગરપાલિકાના સદસ્યોએ પણ પોતાના કુટુંબ સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. પતંગની સાથે સાથે સાંજ પડતા જ ગુબારા ઉડાડવામાં આવ્યા સાથોસાથ રાત્રિના સમયે ધાબા ઉપરથી સુંદર આતશબાજી પણ કરવામાં આવી હતી. એના કારણે આકાશમાં આજે આખો નજારો કંઇક અલગ જ દેખાતો હતો. બાળકોના પોકારો વચ્ચે ભારે આનંદ અને ઉત્સવ સાથે ઉત્તરાયણની ડભોઇ નગરજનોએ મજા માણી હતી. 

ધાર્મિક અને સામાજિક બન્ને રીતે મહત્વ ધરાવતો મકરસંક્રાંતિ નો તહેવાર

ડભોઇ નગર અને તાલુકામાં ઉતરાયણ પર્વની ધૂમધામથી ડીજેના તાલે કરવામાં આવી હતી. ડભોઇ નગરપાલિકાનાં પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન તથા કોંગ્રેસના પૂર્વ દંડક શીતલબેન પટેલ મિત્રો સાથે ઉતરાયણ પર્વની મજા માણતા તસવીરમાં નજરે પડે છે.

તસવીર : બાલકૃષ્ણ શાહ –ડભોઇ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!