ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર શહેરમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે મીરાનગર પાકીઝા હોટલ પાછળ આવેલ ‘ખુશી વાસણ ભંડાર’માં દરોડો પાડવામાં આવ્યો હતો.

દુકાનના માલિક રામનિવાસ ઉર્ફે ચીન્ટુ વાસણની દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગનું કામ કરતો હતો. પોલીસે સ્થળ પરથી કાપશોન કંપનીની 15 કિલોની એક ખાલી અને ત્રણ ભરેલી બોટલો, 5 કિલોની ચાર ભરેલી અને ત્રણ ખાલી બોટલો, એક વજન કાંટો અને ગેસ રીફિલિંગ પાઈપ મળી કુલ રૂ. 7,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી એક ગેસ બોટલમાંથી બીજી બોટલમાં સળગી ઉઠે તેવો પદાર્થ ટ્રાન્સફર કરી પોતાની તેમજ અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકતો હતો. આ ગંભીર ગુના બદલ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ IPC કલમ 287 અને 125 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
સદ્દામ બી. ભટ્ટી ભરૂચ









