કુંઢેલા ગામે વીજપોલ ના કેબલ ચોરટાઓ દ્વારા કાપી ને ચોરાતા

ડભોઇ તાલુકા ના કુંઢેલા ગામે ચોરટા ઓ વીજ પોલના કેબલ કાપી છુંમંતર થઈ ગયા છે. કુંઢેલા ગામની હાઇસ્કુલ સામેના ખેતરમાં આવેલા વીજ પોલના કેબલો કપાયા છે. આ ગામમાં વારંવાર વીજ પોલ પરથી કેબલો ચોરવાની ઘટના ઓ બનતી આવી છે. ૧૮ જેટલા વીજપોલ પરથી ગતરાત્રિના કેબલો કાપી કેબલ ચોર ટોળકી પલાયન થઈ ગઈ છે. અંદાજિત ૧૦૦૦ મીટર ઉપરાંત વીજ કંપનીના કેબલો કપાયા છે.વારંવાર બનતી આવી ઘટના છતાં તંત્ર નિષ્ક્રિય બની રહ્યું છે.

કુંઢેલાના અલગ અલગ વિસ્તારના ખેતરો માં આવેલા વીજપોલ પર થી અવારનવાર કેબલો કપાઈ જવા ની ઘટના જાણ ભોમિયા હોવાનું ગ્રામજનો ચર્ચાઇ રહેલ છે. વીજ કેબલ કાપી જતા હોવાથી સ્થાનિક ખેડૂતો તકલીફો વેઠી રહ્યા છે વારંવાર કેબલ કપાઈ જવાની ઘટનાથી કુંઢેલા ગામના ખેડૂતો પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો અને અંધારામાં રહેવાનું થાય છે. ત્યારે તંત્ર વહેલી તકે સજાગ બની ઘટનાને અંજામ આપતા ચોરોને ઝડપી પાડવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. ખેડૂતો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને આ અંગે વારંવાર વાઘોડિયા તાલુકાના ખટંબા માં આવેલ એમ.જી. વી. સી. એલ ને રજૂઆત કરી ને અરજી પણ આપવામાં આવી છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી છે. છતાં પણ કોઈ જ પગલાં લેવાતા નથી. જેને લઈને ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે. વાઘોડિયા ખટંબા એમજીવીસીએલના અધિકારીઓ અને પોલીસ દ્વારા ઝડપથી કોઈ કાર્યવાહી કરે ને ચોરટાઓને પકડે તો ખેડૂતોને રાહત થઈ શકે તેમ છે. હાલ તો ખેતરોમાં ઘઉંનો પાક, બાજરી, મકાઈ, ઉંધીયુ અને દિવેલાઆ પાકને પાણી ની જરૂર હોય જેને લઈને વીજવાયરો કપાઈ જાય અને એક એક અઠવાડિયા સુધી ને બીજ વાયરનું કામ થતું ના હોવાથી જેને લઈને ખેડૂતો રેઢિયાળ તંત્ર સામે રોસ જોવા મળ્યો હતો.
તસવીર:- બાલકૃષ્ણ શાહ ડભોઇ









