વાગરા ના ઉદ્યોગનગર દહેજ ખાતે આવેલ જીએફએલ કંપનીમાં સર્જાયેલ અકસ્માતમાં ચાર કામદારો કાળ નો કોળિયો બની ગયા હતા.દુર્ઘટના ઘટયા બાદ ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા અને વાગરા ના ધારાસભ્ય અરૂણસિંહ રણા ની સાથે સ્થાનિક રાજકીય આગેવાનો એ જીએફએલ કંપનીની મુલાકાત લઈ સત્તાધીશો ને જરૂરી તાકીદ કરી હતી.

કંપની ની મુલાકાત દરમિયાન સાંસદ અને એમએલએ તેમજ તેઓ ની સાથે રહેલા સ્થાનિક નેતાઓ સુરક્ષા ઉપકરણો ધારણ કર્યા વિના જ ઘટના સ્થળ પર નિરીક્ષણ કરતા નજરે પડયા હતા.જ્યારે તેઓ ની સાથે હાજર કંપની ના અધિકારીઓ સુરક્ષા માટે હેલ્મેટ સહિત સેફટી સૂઝ અને અન્ય જરૂરી સંસાધનો સાથે હાજર જોવા મળ્યા હતા.જો કે પ્રજા ના મતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાણે કે નિયમોને ઘોળી ને પી ગયા હોય તેમ ભાસી રહ્યું છે.શુ સુરક્ષા ના નિયમોમાંથી નેતાઓ ને મુક્તિ આપવામાં આવી છે કે તેઓને સેફટી રુલ્સ લાગુ પડતા નથી કે તેઓ ને પોતાની સુરક્ષા ની ચિંતા નથી.??તેવા અનેક સવાલો હાલ તો પંથક ની પ્રજામાં ચર્ચા ની એરણે ચઢયા છે.ઉલ્લેખનીય છે કે કંપની ની મુલાકાતે આવતા મુલાકાતીઓ ને ગેટ પાસ આપી ને સુરક્ષા સાધનો સાથે જ કંપની પ્રવેશ આપવામાં આવે છે.ત્યારે આ નેતાઓ માટે કંપની એક્ટ માં સુરક્ષા બાબતે અલગ જોગવાઈ કરવામાં આવી છે……???? અત્રે નોંધપાત્ર છે કેદુ ર્ઘટનાગ્રસ્ત સીએમએસ પ્લાન્ટ એક ને ક્લોઝરની તજવીજ હાથ ધરવામાં આવી છે.ડીઆઈએસએચ હાલ ટેક્નિકલ તપાસ ચલાવી રહી છે અને કારખાના એકટ હેઠળ બેદરકારી અને ચાર લોકોના મૃત્યુમાં જી એફ એલ કંપની સામે ક્રિમિનલ કેસ પણ દાખલ કરવા બાબતે તજવીજ હાથ ધરશે ના અહેવાલો સાંપડી રહયા છે.

બીજી તરફ જીપીસીબી ની ટીમે પણ કંપનીની મુલાકાત લીધા બાદ હવે પોતાનો રિપોર્ટ ગાંધીનગર વડી કચેરી ને આપશે. જે બાદ કંપની સામે નોટિસ ઓફ ડાયરેક્શન અને દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.
તસવીર:- સૈયદ અમજદ(બાપુ)









