ભરૂચમાં વિશ્વ માર્ગ અકસ્માત સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે RTO ભરૂચ તથા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માર્ગ અકસ્માત સ્મૃતિ દિવસની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.માર્ગ અકસ્માતોમાં પોતાના અમૂલ્ય જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં RTO તથા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ,૧૦૮ ઇમરજન્સી સેવા વિભાગના અધિકારીઓ તેમજ રોટલેકટ કલબ, ભરૂચના સભ્યોએ ઉપસ્થિત રહી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગતોની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સાથે મીણબતીઓ પ્રગટાવી દિવંગત આત્માઓની સ્મૃતિમાં બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં એ.આર.ટી.ઓ. પી.આર.પઢિયાર દ્વારા માર્ગ અકસ્માત સમયે અકસ્માત પીડિત વ્યક્તિને તાત્કાલિક મદદરૂપ થવા અને માનવતાના ધોરણે જરૂરી સહાય પુરી પાડવા અપીલ કરવામાં આવી હતી, તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે અકસ્માત બાદનો ગોલ્ડન અવર અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આ સમય દરમિયાન અકસ્માત પીડિતને સમયસર તબીબી સારવાર મળી રહે તે માટે તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરી એમ્બ્યુલન્સની મદદ્દ લેવી જોઈએ, જેથી પીડિતનો અમૂલ્ય જીવ બચાવી શકાય.વધુમાં, તેમણે નાગરીકોને પોતાના પરિવારમાં કે અન્ય કોઈ પરિવારમાં માર્ગ અકસ્માતને કારણે દુ:ખદ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે હંમેશાં ટ્રાફિકના નિયામોનું પાલન કરવા, સુરક્ષિત અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા તેમજ માર્ગ સલામતી અંગે જાગૃત રહેવા અનુરોઘ કર્યો હતો.

કાર્યકમમાં જિલ્લા ટ્રાફિક પોલીસ, TRB જવાનો તથા 108 ઇમરજન્સી સેવા ટીમના કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની માર્ગ સલામતીના મહત્વ અને માર્ગ અકસ્માત બાદ તાત્કાલિક ઉપલબ્ધ થતી ઇમરજન્સી સેવાઓની નિર્ણાયક ભૂમિકા અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.વિશ્વ માર્ગ અકસ્માત સ્મૃતિ દિવસ ટાણે

ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરીશું, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરીશું. જવાબદારીપૂર્વક વાહન ચલાવીશું, તથા અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિને સમયસર મદદ પહોંચાડી અમૂલ્ય માનવજીવન બચાવવામાં સહભાગી બનીશું તેવા સંકલ્પ લેવામાં આવ્યા હતા.

ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!