ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદથી ભરૂચની ટ્રેન સફર દરમિયાન મુસાફરો સાથે સાધ્યો સંવાદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે દિવસીય ભરૂચ પ્રવાસ અર્થે પહોંચવા એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્યપાલે એક સામાન્ય નાગરિકની જેમ અમદાવાદ રેલવે સ્ટેશનથી ભરૂચ સુધી ટ્રેનમાં મુસાફરી કરી હતી.રાજ્યપાલ આ બે દિવસીય પ્રવાસ દરમિયાન ભરૂચ તાલુકાના હલદરવા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે. મુસાફરી દરમિયાન રાજ્યપાલ એ ટ્રેનમાં સાથે મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો સાથે અત્યંત સહજ અને આત્મીય સંવાદ સાધ્યો હતો.

તેમણે મુસાફરોના હાલચાલ પૂછ્યા હતા તેમજ વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. રાજ્યપાલની આ સરળતા અને સહજતા જોઈને સહ-મુસાફરો પણ આશ્ચર્યચકિત થયા હતા.ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ દ્વારા છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આ અભિયાન અંતર્ગત તેઓ ગ્રામીણ વિસ્તારોમાં રાત્રિનિવાસ કરી સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી, વ્યસનમુક્તિ, શિક્ષણ અને સામાજિક સમરસતા જેવા વિષયો પર ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી રહ્યા છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા જિલ્લાના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને રાજ્યપાલનું અભિવાદન કર્યું હતું.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!