ભરૂચ જિલ્લાના શ્રમિકોને અંકલેશ્વર-ઝઘડિયા GIDCમાં હવે માત્ર ૫ રૂપિયામાં ભરપેટ ભોજન….!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ અંકલેશ્વર GIDC અને ઝઘડિયા GIDC ખાતે બે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને નજીવા દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા શ્રમિક કલ્યાણ માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યના ૨૮ જિલ્લાઓમાં ૧૦૧ નવાં શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોના લોકાર્પણ કરવામાં આવતા શ્રમિકોમાં આનંદ ની લાગણી પ્રસરી જવા પામી છે.

અંકલેશ્વર GIDCમાં એશિયન પેઇન્ટ ચોકડી નજીક આવેલા કડિયાનાકા ખાતે પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે, જ્યારે ઝઘડિયા GIDCમાં આરતી ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં આવેલા કડિયાનાકા ખાતે ધારાસભ્ય રિતેશકુમાર વસાવાના હસ્તે આ કેન્દ્રોનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.કેન્દ્રોના પ્રારંભ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય રિતેશ વસાવાએ શ્રમિકોને સ્વહસ્તે ભોજન પીરસીને તેમની સાથે સ્નેહભર્યો સંવાદ કર્યો હતો.રાજ્યમંત્રી દ્વારા શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું

અને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ઈ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને માત્ર રૂ. ૫ ના નજીવા દરે પૌષ્ટિક ભોજન આપવામાં આવશે. શ્રમિકો પોતાના ઈ-નિર્માણ કાર્ડ પર દર્શાવેલો નંબર અથવા QR કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી ટિફિન મેળવી શકશે અથવા કેન્દ્ર પર બેસીને ભોજન લઈ શકશે.મોંઘવારીના સમયમાં રોજગારી માટે ઘરથી દૂર રહીને કામ કરતા બાંધકામ શ્રમિકોને સસ્તા દરે પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ થાય તે દિશામાં આ યોજના મહત્વપૂર્ણ સાબિત થશે. માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન મળવાથી શ્રમિકોના દૈનિક ભોજન ખર્ચમાં રાહત મળશે અને તેમના સ્વાસ્થ્યની જાળવણીમાં પણ મદદરૂપ થશે.

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રમિકો રોજગારી અર્થે આવે છે. ત્યારે અંકલેશ્વર અને ઝઘડિયા GIDC ખાતે શરૂ થયેલાં આ કેન્દ્રો શ્રમિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!