આમોદ :: ને.હા-૬૪ RCC રોડના લોકાર્પણ બાદ રાજકીય ધમાસાણ, શ્રેય લેવા ધારાસભ્ય અને કોંગ્રેસ સામસામે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ–જંબુસર નેશનલ હાઈવે નંબર 64 પર ચાર રસ્તાથી બત્રીસી નાળા સુધીના અત્યંત બિસ્માર માર્ગનું સિમેન્ટ-કોંક્રિટ (RCC) રોડમાં રૂપાંતર થતાં વાહનચાલકોને રાહત મળવાની આશા જાગી છે, પરંતુ માર્ગના લોકાર્પણ બાદ હવે વિકાસના કામનો શ્રેય કોને આપવો તે મુદ્દે આમોદના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ ધારાસભ્ય ડી.કે. સ્વામીના વિપક્ષ પરના કટાક્ષે રાજકીય ચર્ચા જગાવી છે, તો બીજી તરફ કોંગ્રેસના તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ (કાજી)એ વળતો જવાબ આપતાં શ્રેયની લડાઈને નવો વળાંક આપ્યો છે.NH-64ના આ માર્ગની ખરાબ હાલતને લઈને અગાઉ જે પ્રશ્નો ઊભા થતા હતા, તે માર્ગનું કામ પૂર્ણ થયા બાદ હવે રાજકીય નિવેદનબાજીનું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. એક તરફ લોકાર્પણ બાદ વિકાસની કામગીરીને લઈને ધારાસભ્યનું નિવેદન છે, તો બીજી તરફ કોંગ્રેસ પોતાના વિરોધને માર્ગના કામ પાછળનું મહત્ત્વનું કારણ ગણાવી રહી છે.આમોદના રાજકારણમાં હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે માર્ગના નિર્માણનો શ્રેય કોને મળે તે અંગેની ખેંચતાણ કરતાં જનતાને મળનારી સુવિધા,માર્ગની ગુણવત્તા અને તેની જાળવણી પર વધુ ધ્યાન અપાશે કે નહીં? તેવા સવાલો હાલ કેન્દ્રસ્થાને રહેલા છે.

 

ધારાસભ્યનો વ્યંગબાણ :: માર્ગ બનતાં વિપક્ષનો મોટો મુદ્દો પૂરો…!!!!

NH-64 પર ચાર રસ્તાથી બત્રીસી નાળા સુધીના RCC રોડના લોકાર્પણ પ્રસંગે મીડિયા સમક્ષ નિવેદન આપતાં ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે, આ માર્ગની અત્યંત ખરાબ હાલત વિપક્ષ માટે વિરોધનો મોટો મુદ્દો બની ગઈ હતી. જોકે, હવે માર્ગ બની જતાં વિપક્ષ પાસે વિરોધ કરવા માટેનો એક પણ મોટો મુદ્દો રહ્યો નથી, તેવો કટાક્ષ તેમણે કર્યો હતો.ધારાસભ્યના આ નિવેદનથી રાજકીય ચર્ચાએ વેગ પકડ્યો છે. વર્ષોથી બિસ્માર માર્ગને લઈને ઊભા થતા પ્રશ્નો અને હવે માર્ગનું કામ પૂર્ણ થયા બાદ કરવામાં આવી રહેલા રાજકીય દાવાઓ વચ્ચે વિકાસના શ્રેયનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

અમારા વિરોધ બાદ જ તંત્ર અને ઊંઘતી સરકાર જાગી :: કોંગ્રેસનો વળતો પ્રહાર

ધારાસભ્યના નિવેદન સામે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ (કાજી)એ વળતો કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, માર્ગની ખરાબ હાલતને લઈને કોંગ્રેસે વિરોધ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ જ ઉંઘતું તંત્ર તથા સરકાર જાગ્યાં હતાં. કોંગ્રેસના વિરોધના પરિણામે માર્ગનું કામ કરવાની ફરજ પડી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.કોંગ્રેસના આ વલણથી સ્પષ્ટ થાય છે કે પક્ષ માર્ગના નિર્માણને માત્ર સરકારની કામગીરી તરીકે જોવાને બદલે પોતાના વિરોધ અને જનતાના પ્રશ્નો ઉઠાવવાના પરિણામ તરીકે રજૂ કરી રહ્યો છે. બીજી તરફ ધારાસભ્યના નિવેદનને પગલે માર્ગ બની જતાં વિપક્ષનો મુદ્દો સમાપ્ત થયાની દલીલ રાજકીય ચર્ચાનો વિષય બની છે.

ડિજિટલ યુગ ન્યૂઝ ,આમોદ

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!