વાસદ ટોલ ખાતે IRB તેમજ શંકરા આઈ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે આંખ તપાસ શિબિર યોજાઇ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાસદ ટોલ પ્લાઝા ખાતે વિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે IRB તથા શંકરા આઈ હોસ્પિટલ,આણંદના સંયુક્ત ઉપક્રમે ટોલ કર્મચારીઓ તેમજ વાહનચાલકો માટે આંખોની તપાસ અર્થે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ આંખોના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો તેમજ આંખની સમસ્યાઓનું વહેલું નિદાન અને સમયસર સારવાર માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો હતો.આ પ્રસંગે IRBના લાયઝન મેનેજર હિમાંશુ શાહ તથા જનરલ મેનેજર રાકેશભાઈ પરમાર સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. શંકરા આઈ હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા કેમ્પમાં આવેલા લોકોની આંખોની વિવિધ તપાસ કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન આશરે ૧૦૦ જેટલા લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૧૪ વ્યક્તિઓને ડાયલેટેડ રિફ્રેક્શન તપાસ માટે, જ્યારે ૩ વ્યક્તિઓને મોતિયાના વધુ મૂલ્યાંકન માટે અને બે વ્યક્તિઓને રેટિના સંબંધિત વધુ તપાસ માટે રિફર કરવામાં આવ્યા હતા.કેમ્પના માધ્યમથી નિયમિત આંખોની તપાસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આંખોની સમસ્યાનું સમયસર નિદાન થાય તો યોગ્ય સારવાર દ્વારા દૃષ્ટિ સંબંધિત ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે તે અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્યલક્ષી પહેલ કર્મચારીઓ અને વાહનચાલકોના આંખોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવાની દિશામાં સુંદર પ્રયાસ બની રહી હતી.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!