વાસદ નજીક મહીસાગર નદીના પટમાં 108 ટીમે કરાવી સફળ પ્રસૂતિ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સમયસર તબીબી સહાય મળતાં માતા અને નવજાત શિશુ બંને સુરક્ષિત

આપત્તિના સમયે તાત્કાલિક મદદ માટે પહોંચતી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ટીમે ફરી એકવાર સમયસૂચકતા, તબીબી કુશળતા અને ફરજપરસ્તીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તા.૨૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૮.૩૬ કલાકે વાસદ નજીક મહીસાગર નદીના પટ વિસ્તારમાં ગર્ભવતી મહિલાને પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડતાં 108 ઈમરજન્સી સેવાને કોલ કરવામાં આવ્યો હતો.કોલ મળતાની સાથે જ વાસદ IFT 108 એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર પહોંચીને તપાસ કરતાં ૨૬ વર્ષીય મહિલાને પ્રસૂતિની તીવ્ર પીડા થઈ રહી હતી.મહિલાની સ્થિતિને ધ્યાનમાં લેતાં હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે પૂરતો સમય ન હોવાથી 108 ટીમે સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો.108 કમાન્ડ સેન્ટરના ડો. મંથનના માર્ગદર્શન હેઠળ EMT ગાયત્રીબેન ભીલ અને પાયલોટ સમીરભાઈ વહોરાએ જરૂરી તબીબી સાધનો સાથે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. ટીમની સમયસૂચકતા અને કુશળતાના પરિણામે નદીના પટમાં જ મહિલાની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી હતી.પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુ બંનેની તબિયત સ્થિર અને સ્વસ્થ હોવાનું જણાયું હતું. ત્યારબાદ બંનેને વધુ નિરીક્ષણ અને જરૂરી સારવાર માટે CHC વાસદ રેફરલ હોસ્પિટલ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.આ સમગ્ર કામગીરી દરમિયાન 108 ટીમે દાખવેલી તત્પરતા અને તબીબી કુશળતાની પ્રશંસા થઈ રહી છે. મુશ્કેલ પરિસ્થિતિમાં સમયસર પહોંચીને માતા અને નવજાત શિશુને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર 108 ટીમનો મહિલાના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!