આમોદ તાલુકાના તેગવા ગામની પ્રાથમિક શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચિત્ર,વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર પ્રદર્શન યોજાયું હતું.વિવિધ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓએ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.આમોદના તેગવા ગામે આવેલી પ્રાથમિક શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તેમજ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના આચાર્ય પુષ્પાબેન કનૈયાલાલ, તાલુકા પંચાયતના સભ્ય મનહરભાઈ ગોહિલ, સરપંચ પૂર્વીબેન પટેલ, ડેપ્યુટી સરપંચ સહિતના આગેવાનો તથા શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા, કલાત્મક પ્રતિભા તેમજ વક્તૃત્વ કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ ચિત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું, જેને ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળી વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રીય જાગૃતિની ભાવના વિકસે તે હેતુથી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








