વિદ્યાનગરની રાણક ગર્લ્સ હોસ્ટેલમાં ગંદકી, સડેલા શાકભાજી અને એક્સપાયરી ખાદ્ય સામગ્રી મળતાં તાત્કાલિક સીલ કરાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિદ્યાનગરની રાણક ગર્લ્સ હોસ્ટેલમાં ગંદકી, સડેલા શાકભાજી અને એક્સપાયરી ખાદ્ય સામગ્રી મળતાં તાત્કાલિક સીલ કરાઈ હતી.કિચનમાં ફૂગ લાગેલા બટાટા-સડેલા શાકભાજી મળ્યા, એક્સપાયરી કોકોનટ પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. કર્મચારીઓના ફિટનેસ સર્ટિફિકેટનો પણ અભાવ જોવા મળ્યો હતો.વિદ્યાનગર ખાતે વિદ્યાર્થીનીઓની સલામતી અને આરોગ્ય સાથે સંકળાયેલા ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. કરમસદ-આણંદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સીવીએમ સંચાલિત રાણક ગર્લ્સ હોસ્ટેલ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા હોસ્ટેલની કિચન વ્યવસ્થામાં અનેક ગંભીર ક્ષતિઓ સામે આવી હતી.

આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન કિચનમાં ફૂગ લાગેલા તથા સડેલા બટાટા અને શાકભાજી મળી આવ્યા હતા. ઉપરાંત એક્સપાયરી ડેટ વાળું કોકોનટ પાવડર પણ મળી આવ્યું હતું. ગોળ સહિતની ખાદ્ય સામગ્રી યોગ્ય રીતે સંગ્રહિત કરવાને બદલે ખુલ્લામાં રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.વધુમાં સ્વચ્છતાનો ગંભીર અભાવ, એક્ઝોસ્ટ ફેન પર તેલની ગંદકી તેમજ ડ્રેનેજ લાઈન ખુલ્લી હોવા જેવી બાબતો પણ ધ્યાન પર આવી હતી. એટલું જ નહીં, હોસ્ટેલના કર્મચારીઓના જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.વિદ્યાર્થીનીઓને આપવામાં આવતાં ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગેની બાબત સીધી રીતે આરોગ્ય સાથે સંકળાયેલી હોવાથી આરોગ્ય વિભાગે સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા રાણક ગર્લ્સ હોસ્ટેલને તાત્કાલિક અસરથી સીલ કરી દેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ,આણંદ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!