આમોદના સમની ગામ પાસે નેશનલ હાઈવે પર ચાલી રહેલ ટ્રક પાછળ બાઈક અથડાતા બાઈક ચાલકનું મોત નિપજવા પામ્યું હતું.આમોદના સમની ગામ નજીક ટ્રક સાથે પાછળથી બાઈક ભટકાતા બાઈક સવાર યુવાનનું મોતને ભેટ્યો હતો.ભરૂચના આમોદ તાલુકામાં નેશનલ હાઈવે-૬૪ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સમની અને તણછા ગામ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૨૨ વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે. નિણમ ગામના નિશાંત પિનાકીન પટેલ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન સમની-તણછા ગામ વચ્ચે નેશનલ હાઈવે પર તેઓ આગળ જઈ રહેલા ટ્રકના પાછળના ભાગે ભટકાયા હતા.

અકસ્મતમાં નિશાંત પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આમોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.૨૨ વર્ષના યુવકના અકાળે મોતથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,આમોદ
Loading Viewer...









