ભરૂચ જિલ્લામાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં વોન્ટેડ સંતોષ પ્રસાદ ૧૩ વર્ષ બાદ બિહારથી ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લામાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા અને વોન્ટેડ સંતોષ પ્રસાદને ૧૩ વર્ષ બાદ ભરૂચ પોલીસે બિહારથી ઝડપી પાડ્યો હતો.ભરૂચ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મોટુ ઓપરેશન હાથ ધરી ટોપ-૧૦ ની યાદીમાં સામેલ આરોપી સંતોષ પ્રસાદ બુધન પ્રસાદને દબોચી લીધો હતો.ભરૂચ જિલ્લામાં લૂંટ વિથ મર્ડર જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા ૧૩ વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો મોસ્ટ વોન્ટેડ સંતોષ પ્રસાદ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ભરૂચ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બિહારના ગોપાલગંજ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરી આરોપી સંતોષ પ્રસાદ બુધન પ્રસાદને ઝડપી લીધો હતો.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના તેમજ પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઈ. આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ વર્ષોથી ફરાર મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે બિહારના ગોપાલગંજ જિલ્લાના લાંમીચોર-જગતોલી વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. માનવ ગુપ્તચર માહિતીના આધારે પોલીસે સતત નજર રાખી આરોપીની હિલચાલની ખાતરી કર્યા બાદ દરોડો પાડી તેને ઝડપી લીધો હતો.સંતોષ પ્રસાદછેલ્લા ૧૩ વર્ષથી ઓળખ છુપાવી પોલીસની પકડથી દૂર રહેતો હતો, પરંતુ ભરૂચ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સતત માહિતી એકત્ર કરી અંતે બિહાર સુધી પહોંચી તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા 

Loading Viewer...

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!