“રાખડીનો દોરો કાંડા પર બંધાય છે, પરંતુ તેની ગાંઠ દિલોને જોડે છે.”ઉક્તિને સાર્થક કરતી ઘટના વાગરા નગરમાં સામે આવી છે. રક્ષાબંધન પર્વે પ્રેમ, વિશ્વાસ અને ભાઈચારાનો સંદેશ આપે છે.ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, લાગણી અને અતૂટ વિશ્વાસના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની વાગરા નગર સહિત પંથકમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વાગરા નગરની ફૈઝલ પાર્ક સોસાયટીમાં રક્ષાબંધન પર્વે કોમી એકતા અને ભાઈચારાની એક સુંદર તથા પ્રેરણાદાયી મિસાલ જોવા મળી હતી.વાગરા નગરની રશ્મિકા રાઠોડે વર્ષોથી પોતાના માનેલા મુસ્લિમ ભાઈ સદ્દામ બી. ભટ્ટીને રક્ષાબંધનના પવિત્ર પર્વે રાખડી બાંધી ભાઈ-બહેનના લાગણીસભર સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો. આ પ્રસંગે બંને પરિવારોમાં ખુશી અને લાગણીસભર વાતાવરણ જોવા મળ્યું હતું.રશ્મિકા બહેન અને સદ્દામ બી. ભટ્ટી વચ્ચેનો આ સંબંધ માત્ર રક્ષાબંધનના એક દિવસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વર્ષોથી ચાલતી લાગણી, પરસ્પર વિશ્વાસ, સન્માન અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ છે. રશ્મિકા બહેને સદ્દામ ભટ્ટીના કાંડે રાખડી બાંધી બહેન તરીકેની લાગણી વ્યક્ત કરી હતી,જ્યારે સદ્દામ ભટ્ટીએ પણ બહેનની હંમેશા રક્ષા,સન્માન અને સાથ આપવાનું વચન આપ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. ધર્મ અલગ હોઈ શકે,પરંતુ લાગણી અને માનવતા ક્યારેય અલગ નથી હોતી, તેનો જીવંત સંદેશ આ ભાઈ-બહેનના સંબંધે આપ્યો છે.રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ તે પ્રેમ, વિશ્વાસ, જવાબદારી, પરસ્પર સન્માન અને સંબંધોની પવિત્રતાનો તહેવાર છે. વાગરાના ફૈઝલ પાર્કમાં જોવા મળેલો આ પ્રસંગ સમાજ માટે એક સુંદર સંદેશ બની રહ્યો છે કે માનવતાના સંબંધો કોઈ ધર્મ, જાતિ કે સમુદાયની સીમામાં બંધાયેલા નથી. આવી લાગણીસભર પહેલો સમાજમાં કોમી એકતા, ભાઈચારો અને સદભાવનાનું વાતાવરણ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એકબીજાના તહેવારો અને લાગણીઓનું સન્માન કરીને જ સમાજમાં સાચી એકતા અને શાંતિ સ્થાપિત થઈ શકે છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









