જંબુસર ના નોબાર ગામે વનવિભાગ દ્વારા મગરનું સફળ રેસ્ક્યુ,ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસર તાલુકાના નોબાર ગામમાં એક મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગની ટીમે રાત્રિના સમયે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. મગર દેખાવાની જાણ થતાં જ ગામલોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.મગર અંગેની માહિતી મળતા જ રેન્જ ઓફિસર ઉન્નતિબેન પંચાલના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગના કર્મચારી હીનાબેન અને તેમની ટીમે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ બે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. મગરના સફળ રેસ્ક્યુ બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમણે વન વિભાગની ત્વરિત કામગીરી અને ટીમના સાહસ તથા સતર્કતાની પ્રશંસા કરી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ, જંબુસર 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!