વાગરા તાલુકાના સાયખા ખાતે રહેતા બિહારી યુવકે પ્રેમિકા બીજી જગ્યાએ પરણી જતા આઘાત ન જીરવાતા ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર વ્યાપી જવા પામી છે.મુળ બિહારના મૂંગેર જિલ્લાના વિજયનગર ગામના અને હાલ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ના સાયખા ગામની સરપંચ કોલોનીમાં રહેતા છૈલ્લાકુમાર ઘીરોમંડલ (ઉંમર ૨૨ વર્ષ)ને પોતાના ગામની એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો.પરંતુ બાદમાં તે યુવતીના લગ્ન અન્યત્ર થઈ જતા છૈલ્લાકુમાર છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.પ્રેમિકાનો વિરહ વેઠાતા તા. ૨૯/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૬ કલાકથી સાંજે ૭ કલાક દરમિયાન કોઈપણ સમયે પોતાના રૂમમાં આવેલ પંખા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનુ પ્રકાશમાં આવ્યું છે.ઘટનાને પગલે નીતીશકુમાર ઘીરોમંડલે પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા









