ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.ભરૂચ કલેક્ટરની સુચના અન્વયે.હાલ જિલ્લામાં સતત વરસાદની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેમજ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે.રેડ એલર્ટ હોય વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી એ દરેક શાળાની જવાબદારી છે. તેથી ભારે વરસાદ અને પાણી ભરાવાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ ભરૂચ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ ITI, તમામ કોલેજ, સરકારી, પ્રાથમિક, માધ્યમિક,ઉ.મા.શાળાઓ,ગ્રાન્ટેડ, નોન-ગ્રાન્ટેડ તથા સી.બી.એસ.ઈ. (CBSE), આઈ.સી.એસ.ઈ (ICSE) શાળાઓમાં તા.૩૧/૦૭/૨૦૨૬ના રોજ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવા કલેકટરની સુચનાને પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરાયો છે.









