વાગરા ના ગંધાર રોડ પર આવેલ જીયો પેટ્રોલ પંપ નજીક ઇનોવા કારમાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ના ગંધાર રોડ પર આવેલ જીયો પેટ્રોલ પંપ નજીક ઇનોવા કારમાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમ ને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.જેની વિરુદ્ધ પ્રોહીબિશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.પોલીસ સૂત્રો થકી મળેલ માહિતી અનુસાર એલ.સી.બી ના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો ફિલ્ડમાં કાર્યરત હતી. દરમ્યાન એલ.સી.બી.ના પો.સ.ઇ. વી.પી.મલ્હોત્રા તથા એ.એસ.આઈ ઈરફાનભાઈ તથા હે.કો.જોગેંદ્રદાન,અને જયરાજભાઇ સહિતની ટીમ ભરૂચ જંબુસર રોડ ઉપર પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે, “એક સિલ્વર કલરની ઇનોવા ગાડી નં. જીજે ૧૬ એ જે ૩૩૩૪ માં ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂનો જથ્થો ભરી દેરોલ ગામથી વાગરા તરફ જઇ રહી છે” જેથી એલ.સી.બી.ની ટીમ તાત્કાલિક બાતમી વાળી ઇનોવા ગાડીની તપાસમાં રવાના થઈ હતી. દરમ્યાન વાગરા ના ગંધાર રોડ પર આવેલ જીયો પેટ્રોલ પંપની સામે રોડ ઉપરથી બાતમી વાળી ઇનોવા મળી આવતા ગાડીને કોર્ડન કરી ગાડીમાં તપાસ કરતા પાછળની સીટ ઉપર ભારતીય બનાવટના પરપ્રાંતિય દારુ તેમજ બીયરના અલગ અલગ બ્રાંડના બોક્ષમાં કૂલ નંગ ૧૧૬૪ કિ.રૂ. ૨,૭૦,૯૩૬/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ જેથી ઇનોવા ના દ્રાઇવર ઇમરાન મહમદ પટેલ રહાડ ગામ ઘંટી ફળિયુ તા.વાગરા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી વાગરા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. સાથે જ ભાગી છુટેલ મુકેશ મારવાડી રહે, અંકલેશ્વર મુળ રહે, કિમ જિલ્લો સુરત અને મહેન્દ્ર ઠાકોર રહે, અનોર ગામ તા.આમોદ જી.ભરૂચ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.પકડાયેલ આરોપી ઇમરાન મહંમદ પટેલ પાસેથી પોલીસે વિદેશી દારૂની બોટલ તથા બીયર ટીન નંગ- ૧૧૬૪ જેની કિંમત રૂપિયા ૨,૭૦,૯૩૬/- તથા ઇનોવા કાર કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/-ઉપરાંત સેમસંગ મોબાઇલ ફોન નંગ ૧ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ .રૂ. ૭,૮૦,૯૩૬/- પોલીસે કબ્જે કર્યો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!