ભરૂચ :: વોર્ડ નં.૨ ના સભ્યોની નગરપાલિકાને પાયાના પ્રશ્નો સહિત પ્રિ-મોન્સુન કામગીરી અંગે કડક રજૂઆત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાજેતરમાં યોજાયેલ ભરૂચ નગરપાલિકા ની ચૂંટણીમાં વિજેતા થઈ કોર્પોરેટર બનેલા ભરૂચના વોર્ડ નં.૨ ના સભ્યોએ નગરપાલિકાને પાયાના પ્રશ્નો સહિત પ્રિ-મોન્સુન કામગીરી અંગે કડક રજૂઆત કરવામાં આવી હતી.નાળાં સફાઈથી લઈ રોડ રિપેર, GUDC ચેમ્બર, જર્જરિત મકાનો અને જોખમી વૃક્ષો મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી.વોર્ડ નંબર ૨ ના ચૂંટાયેલા સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી શહેર અને વોર્ડ નંબર ૨ ના વણઉકેલાયેલા પાયાના પ્રશ્નોને લઈને કડક રજૂઆત કરવામાં આવી હતી.

ખાસ કરીને આવનારા ચોમાસાને ધ્યાને રાખીને પ્રિ-મોન્સુન કામગીરીમાં થતો વિલંબ અને બેદરકારી પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.નાળાં, ગટરો અને ડ્રેનેજ લાઈનોમાં જમા થયેલા કચરાના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે, જે ચોમાસામાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે.તે ઉપરાંત રોડ રસ્તાઓની ખરાબ હાલત, મોટા ખાડાઓ અને તૂટફૂટના કારણે નાગરિકોની અવરજવર જોખમભરી બની ગઈ છે, જેને તાત્કાલિક પેચવર્ક અને રિસર્ફેસિંગ દ્વારા સુધારવાની માંગ કરવામાં આવી હતી.GUDCના તૂટેલા તથા બેસી ગયેલા ચેમ્બર ઢાંકણોને લઈને પણ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને તાત્કાલિક સર્વે કરીને તેને બદલવા કડક માંગ કરવામાં આવી હતી.

વધુમાં જર્જરિત મકાનો તથા જોખમી વૃક્ષો અંગે પણ ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી, નવનિર્વાચિત સભ્યો દ્વારા બાયપાસ બ્રિજ નજીકની સ્ટ્રીટ લાઈટોની સમસ્યા, સફાઈ વ્યવસ્થામાં ખામીઓ, વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યા તથા ડોર-ટુ-ડોર કચરા સંગ્રહને નિયમિત કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. સભ્યોએ ચેતવણી આપી હતી કે જો સમયસર અને અસરકારક પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં નહીં આવે અને ચોમાસા દરમિયાન કોઈ અકસ્માત, નુકસાન અથવા જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે.આ તબક્કેઆ વોર્ડ નંબર ૨ ના કોંગ્રેસ પક્ષના સમસાદ અલી સૈયદ, સાબેરાબેન પટેલ, નફીસાબેન પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, વોટ પ્રમુખ ઈકબાલભાઈ પટેલ તેમજ સફિકભાઈ સલ્લુ અને જાકીરભાઈ કુરેશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!