થામ ની રઝા મેમોરિયલ હાઈસ્કૂલનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચના થામ ગામની રઝા મેમોરિયલ હાઈસ્કૂલનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે.સફળ પરિણામ ને પગલે શાળા પરિસરમાં ખુશહાલી ની લહેર પ્રસરી જવા પામી હતી.દારૂલ ઉલૂમ મોઈનુલ ઈસ્લામ થામ સંચાલિત શાળાના ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કરનાર છાત્રોમાં દારૂલ ઉલુમના હાફિઝ અને આલિમ તલબાઓનો પણ સમાવેશ થાય છે.

ધાર્મિક ની સાથે દુન્યવી શિક્ષણને પ્રોત્સાહન આપતા ભરૂચના દારૂલ ઉલૂમ મોઈનુલ ઈસ્લામની રઝા મેમોરિયલ સ્કૂલે ૧૦૦ ટકા પરિણામ હાંસલ કરીને શિક્ષણક્ષેત્રે પ્રભાવશાળી દેખાવ કર્યો છે.દારૂલ ઉલૂમના ખંતિલા ટ્રસ્ટીઓની અથાગ મહેનતને કારણે ઉક્ત ધાર્મિક સંસ્થા સંચાલિત શાળાનું ઉચ્ચતમ પરિણામ આવ્યું છે. ધો.૧૨ ના જાહેર થયેલા પરિણામમાં રઝા મેમોરિયલના ચાર આલિમ ક્લાસના છાત્રો નો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે આયેશા સિદ્દીકા યાસીનખાન પઠાણે તાજેતરમાં જ આલિમાની ડિગ્રી પાપ્ત કર્યા બાદ ધો.૧૨ મા ઉત્તમ પરિણામ મેળવ્યું છે. શાળાના પરિણામ પાછળ ટ્રસ્ટીઓના મેનેજમેન્ટની સાથે શાળાના મહેનતુ શિક્ષકોનું અભુતપૂર્વ યોગદાન સમાયેલું છે.શાળાએ ગૌરવપૂર્ણ પરિણામ મેળવતા થામના દારૂલ ઉલુમ સહિત રહીશોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. નોંધનીય છે કે, છેલ્લાં ઘણાં વર્ષોથી શાળાએ ૧૦૯ ટકા પરિણામની પરંપરા જાળવી રાખી છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!