દીવ: વોટર સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વેઇટિંગ ચેરનો ભાડુ વસુલવામાં આવતા પ્રવાસીઓમાં રોષ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કેન્દ્ર શાસિત પ્રદેશ અને પ્રસિદ્ધ પર્યટક સ્થળ દીવ ના નાગવા બીચ ખાતે વોટર સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વેઇટિંગ ચેરનો ભાડુ વસુલવામાં આવતા પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો.દીવના પ્રખ્યાત નાગવા બીચ પર પ્રવાસીઓની સુવિધા માટે રાખવામાં આવેલી વેઇટિંગ ચેર માટે પણ ભાડું વસૂલવામાં આવતું હોવાની બૂમો પર્યટકોમાંથી ઉઠવા પામી છે. આ બાબતે પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.મુસાફરો ને ખુરશીના ભાડા ની વસુલાત બાદ કોઈપણ પ્રકાર ની રસીદ કે પાવતી પણ આપવામાં ન આવતી હોવાની વ્યાપક ફરિયાદો સપાટી પર આવી છે.કેટલાક પ્રવાસીઓએ ગેરકાયદે ખુરસીઓના ભાડા વસુલાત સામે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવા ચક્રો ગતિમાન કરાયા છે.કેટલાક પ્રવાસીઓનો આરોપ છે કે વોટર સ્પોર્ટ્સની ટિકિટ લીધી હોવા છતાં, ત્યાં સુધી પહોંચવા માટે અથવા વારો આવે ત્યાં સુધી બેસવા માટે રાખેલી ખુરશીઓ માટે અલગથી ચાર્જ લેવામાં આવે છે.

દિવ બીચ ખાતે મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ માટે ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે બેસવાની વ્યવસ્થા જરૂરી હોય છે, પરંતુ તેના માટે પણ પૈસા માંગવામાં આવતા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. દીવ વોટર સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ પ્રવાસીઓમાંથી ઉઠી છે. પ્રવાસીઓના મતે જે સુવિધા ફ્રી હોવી જોઈએ તેના માટે વસૂલાત કરવી એ ટૂરિઝમ માટે નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે.આ બાબતે સંબંધિત વહીવટીતંત્રને રજૂઆત કરાઈ હોવાની વિગતો સપાટી પર આવી છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે આ બાબતની ચર્ચાઓ થતા દીવ પ્રશાસન અને ટૂરિઝમ વિભાગ આમાં હસ્તક્ષેપ કરે તેવી લોક માંગ બુલંદ થવા પામી છે.એક પર્યટક દ્વારા જણાવાયું છે કે”અમે મોંઘીદાટ વોટર સ્પોર્ટ્સની રાઈડ્સની ટિકિટ લઈએ છીએ, તેમ છતાં બે મિનિટ ખુરશી પર બેસવાના પૈસા માંગવા એ યોગ્ય નથી. આનાથી દીવની છાપ ખરાબ થાય છે.”સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આ બાબતે તપાસ કરી ગેરકાયદેસર રીતે ઉઘરાણીને અટકાવવામાં આવે તે જરૂરી બન્યું છે. દીવના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પ્રવાસીઓને પ્રાથમિક સુવિધાઓ વિનામૂલ્યે મળવી જોઈએ.તેવો મત જાગૃત પ્રવાસીઓ વ્યક્ત કરી રહયા છે.

આ બાબતે દિવ વોટર સ્પોર્ટ્સ એસોસિએશનના એસ.આર.રાણા નો ટેલિફોનિક સંપર્ક સાધી પૃચ્છા કરતા તેઓએ આ ભાડું તેમને ત્યાં કામ કરતા બાળ કિશોર દ્વારા ૨૦ કે ૨૫ રૂપિયા ભાડું વસુલવામાં આવતો હોવાનો સ્વીકાર કર્યો હતો.અત્રે નોંધપાત્ર છે તેઓને ત્યાં કામ કરતો બાળક બાળકિશોર ખૂબ નાની ઉંમર નો હોવાની પણ શકયતા પ્રબળ બની રહી છે.ત્યારે બાળ મજૂરી અંગે શ્રમ આયુક્ત દ્વારા ત્વરિત યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લાગણી પણ બળવત્તર બની છે.

નાગવા બીચ પર જાહેર સુવિધાઓ અને વપરાશકર્તા શુલ્ક સામે પર્યટકોમાં આક્રોશ

દીવના નાગવા બીચ ખાતે પ્રવાસીઓ પાસેથી પ્રાથમિક સુવિધાઓ માટે પણ તગડું ચાર્જ વસુલવામાં આવતું હોવાની બુમો ઉઠી રહી છે.પાયાની સુવિધાઓ જેવી કે શૌચાલય અને યુરિનલ માટે લેવામાં આવતા પૈસા અંગે પ્રવાસીઓમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.નાગવા બીચ પર હાલમાં પે-એન્ડ-યુઝ (Pay-and-Use) મોડલ હેઠળ શૌચાલયની સુવિધાઓ ચલાવવામાં આવે છે. સામાન્ય રીતે યુરિનલ, શૌચાલય અને સ્નાન ની સાથે લોકરની સુવિધા પણ હોય છે.પ્રવાસીઓમાંથી ફરિયાદો ઉઠી રહી છે કે માત્ર લઘુશંકા (Urine) માટે પણ પૈસા લેવામાં આવે છે તે બિલકુલ વ્યાજબી નથી, ખાસ કરીને જ્યારે સરકાર ‘સ્વચ્છ ભારત અભિયાન’ હેઠળ મફત સુવિધાઓની વાત કરે છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!