વિલાયત ચોકડી પાસે ટ્રકની અડફેટે ઇજાગ્રસ્ત નીલગાયનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું હતું.વાગરા ની વિલાયત ચોકડી નજીકના વિસ્તારમાં ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અરગામા નવી નગરી નજીકથી પસાર થતી નીલગાયને ટ્રક ચાલકે અડફેટે લીધી હતી.અકસ્માતને પગલે નીલગાય લોહીલુહાણ થઈ જવા પામી હતી.બનાવ ની જાણ થતા વાગરા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું.અને ત્વરિત નીલ ગાય નું રેસ્ક્યુ કર્યું હતુ.વાગરા તાલુકા ની અરગામા સ્થિત વિલાયત ચોકડી પર ગત રાત્રીએ નીલ ગાય અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત માં નીલ ગાયને ગંભીર ઈજાઓ થતા લોહીલુહાણ થઈ જવા પામી હતી.અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ગ્રામજનોએ અબોલ જીવને બચાવવા માટે સમયસર વન વિભાગનો સંપર્ક કર્યો હતો.બનાવની ગંભીરતા જોઈ વન વિભાગની ટીમ પણ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.વન વિભાગના અધિકારીએ પોતે સ્થળ પર હાજર રહી નીલગાયનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાવ્યુ હતુ.લોહીલુહાણ હાલતમાં તરફડતી નીલગાયને વન વિભાગે સારવાર અર્થે ખસેડી હતી.સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ માર્ગ પર ભારે વાહનોની અવરજવર વધુ રહે છે.જેના કારણે અવારનવાર વન્ય જીવો અકસ્માતનો ભોગ બનતા હોય છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









