જંબુસર ની કપાસિયાપુરા સ્થિત મિશ્ર શાળામાં બાળકો પાસે શિક્ષકો સાફ સફાઈ કરાવાતા ઉક્ત વિસ્તારમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો હતો.જંબુસર ના તાડિયા હનુમાન ખડકી મા કપાસિયાપુરા મિશ્ર શાળા ચાલે છે. જ્યાં નાના બાળકોને પાયાનું શિક્ષણ આપવાને બદલે સ્કૂલ મા સાફ સફાઈ કરાવવા મા આવતી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ત્યારે સરકાર સફાઈ અંગે શાળાઓ ને ખર્ચો આપતી નથી.? જો નાના બાળકો પાસે આવું સફાઈ સફાઈ કે ઝાડુ મરાવવાનું કામ કરાવવા મા આવે તો તે બાળકો ભારત દેશનું ભવિષ્ય કેવી રીતે બનશે, સરકારી સ્કૂલ મા સફાઈ સફાઈ માટે સફાઈ કર્મચારી રાખવામાં આવે તેવી માંગ પણ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી છે.કેટલાક જાગૃત નાગરિકોએ બાળ મજૂરી કાયદા હેઠળ શાળા ના શિક્ષકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે.
ઈરસાદ મલેક જંબુસર
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









