જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદ સિંહ રાણા દ્વારા વૃદ્ધ મહિલા ને માર મરાયો હોવાના આક્ષેપો ને પગલે પંથકમાં ચકચાર ફેલાઈ જવા પામી છે.મળતી માહિતી અનુસાર જંબુસર તાલુકા ના ઓરંગપુર ટીમ્બી ગામે JCB દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો.જે બાબતે વૃદ્ધ મહિલા દ્વારા કોંગી પ્રમુખ ને ટેલિફોન પર વાત કરતા ઉશ્કેરાયેલા કોંગ્રેસ પ્રમુખે વૃદ્ધ મહિલા ને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો ભોગ બનનાર મહિલાએ કર્યા છે.આ બાબતે કાવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હોવાની વિગતો સપાટી પર આવી છે.૬૦ વર્ષ થી વધુ ની વય ધરાવતી વૃદ્વ મહિલા ને માર મારવો અને તમાચા મારવા કેટલા યોગ્ય છે..???જેવા અનેક સવાલો જાગૃત નાગરિકોમાં થી ઉઠવા પામ્યા છે.
સરદસિંહ ભરતસિંહ રણા દ્વારા વૃદ્વ મહિલા કપિલાબેન હિંમતભાઇ ઠાકોર ને માર મારવાની ઘટના સામે આવતા જંબુસર પંથકમાં સદર ઘટના ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.લોકોમાં થતી ચર્ચાઓ અનુસાર વૃદ્ધ મહિલા ને ડાબા ગાલે બે તમાચા અને ધકો મારી ખાડા પાસે પાડી દઈ પેટમાં લાત મારવામાં આવી હોવાનું કહેવાય છે.શુ આજ છે મહિલા સાશક્તિકરણ?? તેવા સવાલો જંબુસર તાલુકા અને પંથક માથી ઉપસ્થિત થવા પામ્યા છે. વૃદ્ધ મહિલા દ્વારા કાવી પોલીસ સ્ટેશને ફરિયાદ આપી ન્યાય ની માગ કરવામાં આવી હોવાની માહિતી સાંપડી છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









