સુરત શહેરમા હત્યાના પ્રયાસ તથા રાયોટીગના ગુનામા સંડોવાયેલા અને છેલ્લા ૨૮ વર્ષ થી ફરાર બે આરોપી મુંબઇથી પકડાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત શહેરના ઉધના વિસ્તારમાં ૨૮ વર્ષો અગાઉ બનેલા હત્યાના પ્રયાસ તથા રાયોટીગનો ગુનો આચરી ભાગી છૂટેલા બે આરોપીઓ ને ઉધના પોલીસે મુંબઇથી પકડી પાડયા હતા.

સુરત શહેરના વોન્ટેડ આરોપીઓનો ડેટા એકત્રીત કરી તેમજ તેઓના સગા સંબંધીઓ બાબતે પોલીસે તપાસ હાથ ધરી સંપુર્ણ માહીતી એકત્ર કરી હતી. માહીતીનુ એનાલીસીસ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે ઉધના પોલીસ ની ટિમ સક્રિય બની હતી.ઉધના વિસ્તારોમાં બનેલ ખુન ની કોશિશ તેમજ રાયોટિંગ ના ગુના મા સંડોવાયેલો અને ગુનો આચરી છેલ્લા ૨૮ વર્ષથી પોલીસ ધરપકડ થી દુર રહેતા સમિર નરીહરી ભોલા ઉ.વ.૪૭ રહે. શ્રી પ્રતિ આરાધ્યા એવન્યુ, એમ.આઇ.સી.એલ.કંપની તાડદેવ સેન્ટ્રલ મુંબઇ મહારાષ્ટ્ર, મુળવતન બહારસુબળા જી.કેન્દ્રપરા (ઓરીસ્સા) તથા કાયદાના સંઘર્ષમા આવેલ બાળકિશોર રામુ નરહરી ભોલા હાલની ઉંમ૨.૪૫ રહે. આર.એન.એ બીઝનેસ સેંટર છ્ઠ્ઠા માળે, ચેમ્બુર આંબેડકર ગાર્ડન મુંબઇ મહારાષ્ટ્ર મુળવતન બહારસુબળા જી.કેન્દ્રપરા (ઓરીસ્સા) ને બાતમી ને આધારે મુંબઇ ખાતેથી પકડી પાડી કાયદેસર ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કેસમીર ભોલા ઉ.વ ૪૭ હાલ મુંબઇ સેન્ટ્રલ તાડદેવ ખાતે આવેલ MICL બિલ્ડીગ કન્ટ્રક્શન કપનીમાં પ્લમ્બર તરીકે ૧૬ વર્ષ થી કામ કરે છે.સાથે જ કાયદાના સધર્ષ માં આવેલ બાળકિશોર રામુ ઉર્ફે રામ ભોલા ઉ.વ ૪૫ હાલ રહે મુબઇ ચેમ્બુર ખાતે આવેલ RNA બિલ્ડીગ કન્ટ્રક્શન કપનીમાં ૧૮ વર્ષ થી પ્લમ્બર તરીકે કામ કરે છે તથા હાલમાં કપનીનું છૂટક ઓફિસ કામ પણ કરતો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ સુરત,

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!