ભરૂચ: જાહેરનામાનો ભંગ કરનાર મકાન-દુકાન માલિકો સામે SOGની લાલ આંખ, 20 કેસ દાખલ કરાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લામાં આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ સક્રિય બની છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મકાન અને દુકાન ભાડે આપવાના નિયમોનું ઉલ્લંઘન કરનારા 20 માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ અસામાજિક તત્વોને નિયંત્રિત કરવાનો છે.જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરના જાહેરનામા અનુસાર, કોઈપણ મકાન કે દુકાન ભાડે આપતા પહેલાં ભાડૂઆતની સંપૂર્ણ માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત છે.

તેમ છતાં, SOG દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે ઘણા માલિકોએ આ નિયમનો ભંગ કરી ભાડા કરારની નોંધણી વગર જ મિલકતો ભાડે આપી હતી. આ ગંભીર બેદરકારી બદલ SOGએ આ 20 માલિકો સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223(બી) હેઠળ ગુના દાખલ કર્યા છે. પોલીસ તંત્રનું માનવું છે કે અસામાજિક તત્વો આવી ભાડાની મિલકતોનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરી શકે છે. આ કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અત્યંત જરૂરી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારના જાહેરનામાના ભંગ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેથી તહેવારોના માહોલમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!