ભરૂચ એસ.ઓ.જી એ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત જિલ્લાની પોલીસ સક્રિય બની હતી. એસ.ઓ.જી.સ્ટાફની ટીમો બનાવી જીલ્લામાં અસરકારક પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટર એ.એ.ચૌધરી ને મળેલ ચોક્કસ બાતમી ને આધારે પી.આઈ તેમજ એસ.ઓ.જી.ની ટીમે ઓમકાર-૨ ની સામે ન્યુ સીટી કોમ્પ્યુટરની પાછળ બાબરનાથ ની ચાલમાં રેઇડ કરતા શુભમ સંજય પરીહાર, ઉ.વ.૨૬, રહે.૬, નીલકંઠ સોસાયટી, ONGC વર્કશોપ પાસે, અંકલેશ્વર, જિ.ભરૂચ તેમજ જગદિશ શેલાભાઇ ભરવાડ, ઉ.વ.૨૮, રહે.૨૨, રચનાનગર, રાજપીપળા ચોકડી, અંકલેશ્વર, જિ.ભરૂચ અને વસીમરાજા મો. હનીફ શેખ, ઉ.વ.૪૧, રહે.૧૧૪ મન્નત સોસાયટી, આંબોલી રોડ, અંકલેશ્વર, જિ.ભરૂચે ગેરકાયદેસર નશાકારક એમ.ડી ડ્રગ્સ નો જથ્થો વેચાણ કરવા માટે રાખેલ મુદ્દામાલ મળી આવ્યો હતો.

પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ અંકલેશ્વર શહેર “બી” ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે સાહીલ રહે.કામરેજ, જિ.સુરત ને વોન્ટેડ જાહેર કરાયો હતો.પોલીસે કરેલ રેડમાં એમ.ડી ડ્રગ્સ ૭ ગ્રામ ૯૪ મીલીગ્રામ જેની કિં.રૂ. ૭૯,૪૦૦ તેમજ મોબાઇલ ફોન નંગ-૪ જેની કિં.રૂ.૧,૨૫,૦૦૦ તથા ડીઝીટલ વજનકાંટો જેની કિ.રૂ.૫૦૦ અને Volkswagen Virtus ફોર વ્હીલ ગાડી જેની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા-૧૨,૦૪,૯૦૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









