દહેજ-ભરૂચ ફોરલેન રોડ પરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શંકાસ્પદ રીતે લોખંડના સળિયાનો જથ્થો ભરી ને જઈ રહેલા એક ટેમ્પોને ઝડપી પાડી, કુલ રૂ.આઠ લાખ ત્રેસઠ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપી ડ્રાઈવર પાસે થી મુદ્દામાલ અંગે કોઈ કાયદેસરના દસ્તાવેજો મળી આવ્યા ન હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, SOG ભરૂચના પીઆઈ એ.એ. ચૌધરીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, એક આઈસર ટેમ્પો નં. જી જે ૨૭ એક્સ ૩૮૧૨ દહેજ-ભરૂચ રોડ પર વેસદરા નજીકથી ભંગારના લોખંડના સળિયા ભરીને વિલાયત-વાગરા માર્ગે અમદાવાદ તરફ જઈ રહ્યો છે. આ બાતમી ને આધારે પોલીસે તાત્કાલિક વિલાયત ચોકડી નજીક વોચ ગોઠવી હતી.વોચ દરમિયાન શંકાસ્પદ ટેમ્પોને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ટેમ્પોમાંથી ૧૫,૪૫૦ કિલોગ્રામ વજનના લોખંડના સળિયાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોના ડ્રાઈવર રાજેન્દ્રસિંહ ભુરસિંહ ભાટી (ઉ.વ. ૨૭), જે હાલ હંસપુરા, નાના ચીલોડા, અમદાવાદ ખાતે રહે છે અને મૂળ રાજસમંદ,રાજસ્થાનનો વતની છે, તેની પાસેથી આ લોખંડના સળિયાની ખરીદીના બિલ કે અન્ય કોઈ કાયદેસર ના દસ્તાવેજોની માંગણી કરી હતી. જોકે, ડ્રાઈવર સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.આથી, પોલીસે સમગ્ર માલને શંકાસ્પદ ગણીને બી એન એસ કલમ ૧૦૬ મુજબ કબજે કર્યો હતો અને ડ્રાઈવર રાજેન્દ્રસિંહ ભાટીને બી એન એસ કલમ ૩૫(૧)(ઇ) હેઠળ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જપ્ત કરેલા લોખંડના સળિયા અને ટેમ્પો સહિત કુલ રૂ. ૮.૬૩ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીથી ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ભંગાર ચોરી ની પ્રવૃત્તિઓ મા સંડોવાયેલ તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









